लाइव

Gujarat News 22 March LIVE: જયસુખ પટેલના જામીન મંજૂર, કેજરીવાલની ધરપકડનો રાજકોટ-સુરતમાં વિરોધ

ADVERTISEMENT

22 March LIve News
22 March LIve News
social share
google news

Gujarat News 22 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 11:34 AM • 22 Mar 2024
    મોરબી દુર્ઘટના મામલે જયસુખ પટેલના જામીન મંજૂર

    મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલના જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા છે. જે બાદ 14 મહિને જયસુખ પટેલ જેલમાંથી બહાર નીકળશે. જોકે જયસુખ પટેલના શરતી જામીન મંજૂર કરાયા છે. જામીનની શરતો મોરબીની બોર્ટ નક્કી કરશે.

  • 11:32 AM • 22 Mar 2024
    રાજકોટમાં પણ કેજરીવાલની ધરપકડનો વિરોધ, MLA હેમંત ખવા, રેશમા પટેલની અટકાયત

    અરવિંદ કેજરીવાલની ધરપકડનો રાજકોટમાં જોરદાર વિરોધ કરાયો. કિસાનપરા ચોક ખાતે મોટી સંખ્યામાં AAPના કાર્યકર્તાઓ વિરોધ કરવા પહોંચ્યા હતા. ધારાસભ્ય હેમંત ખવા, રેશમા પટેલ કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા. જોકે વિરોધ પ્રદર્શન દરમિયાન AAPના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. ધારાસભ્ય હેમંત ખવા, રેશમા પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

  • 11:29 AM • 22 Mar 2024
    સુરતમાં કેજરીવાલના ધરપકડનો વિરોધ, AAP-કોંગ્રેસના કાર્યકરો ડિટેઈન

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં કોંગ્રેસ અને AAPના કાર્યકરોએ સુરતમાં વિરોધ કરવા ઉતર્યા હતા. કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી તેમના સમર્થકો અને AAP કાર્યકરો સાથે સુરતના માનગઢ ચોક ખાતે ઉતર્યા હતા. જોકે પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા.

  • 11:09 AM • 22 Mar 2024
    અફઘાનિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ગુજરાત યુનિ. પહોંચ્યું

    ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણના મામલામાં અફઘાનિસ્તાનનું પ્રતિનિધિમંડળ ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યું છે. અફઘાનિસ્તાનના પ્રતિનિધિ મંડળે ગુજરાત યુનિવર્સિટીની NRI હોસ્ટેલની મુલાકાત લીધી. બાદમાં અફઘાન વિદ્યાર્થીઓ સાથેનું ડેલિગેશન ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મળવા પહોંચ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની ચેમ્બરમાં વાઇસ ચાન્સેલર, યુનિવર્સિટીના અધિકારીઓ, અફઘાન વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણ પર ચર્ચા થશે.

  • ADVERTISEMENT

  • 09:39 AM • 22 Mar 2024
    અમરેલી સિવિલમાં ઈન્જેક્શન બાદ 18 દર્દીઓને રિએક્શન

    અમરેલીની સિવિલ હોસ્પિટલના ઇન્ડોર દર્દીઓને રાત્રે ઈન્જેક્શન આપ્યા બાદ રિએકશન આવ્યા હતા. ઈન્જેક્શન આપ્યા બાદ 18 જેટલા દર્દીઓને તકલીફ થતા પરિજનોએ હોબાળો મચાવ્યો હતો. જે બાદ આ તમામ દર્દીઓને ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં રીએકશન આવેલા દર્દીઓની હાલત સુધારા પર છે.

  • 09:37 AM • 22 Mar 2024
    IPLનો આજથી પ્રારંભ

    આજથી IPLની 17મી સીઝનનો પ્રારંભ થશે. ચેન્નઈમાં CSK અને RCB વચ્ચે મેચ રમાશે. જેમાં પહેલીવાર ઋતુરાજ ગાયકવાડ CSKની ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. જ્યારે મહેન્દ્રસિંહ ધોની તેના નેતૃત્વમાં રમશે.

  • ADVERTISEMENT

  • 09:33 AM • 22 Mar 2024
    કેજરીવાલની ધરપકડ સામેની અરજી પર આજે SCમાં સુનાવણી

    અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે. જો ગુરુવારે રાત્રે આ કેસની સુનાવણી નહોતી થઈ, તો શુક્રવારે તેની સુનાવણી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે વહેલી સુનાવણી માટે મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં કેસનો ઉલ્લેખ કરવામાં આવશે. હોળીની રજા પહેલા શુક્રવાર નિયમિત સુનાવણીનો છેલ્લો દિવસ છે. શનિવારથી આવતા રવિવાર સુધી નવ દિવસ રજા રહેશે.

follow whatsapp

ADVERTISEMENT