Gujarat News 22 February LIVE: ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાનાને મળ્યા જામીન, AAP સાથે ગઠબંધન પર શક્તિસિંહનું નિવેદન
Gujarat News 21 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 21 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 04:03 PM • 22 Feb 2024ભડકાઉ ભાષણ મામલે મોડાસા કોર્ટે મૌલાનાને આપ્યા જામીન
અરવલ્લી: મૌલાના દ્વારા ભડકાઉ ભાષણ કેસ મામલે મોડાસાની ડિસ્ટ્રીક સેશન્સ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. જે બાદ આજે સાંજે મૌલાના જેલમાંથી બહાર આવી શકે છે.
- મૌલાના સલમાન અઝહરીની શરતી જામીન અરજી મંજૂર
- મોડાસા ડિસ્ટ્રીક્ટ સેશન કોર્ટે આરોપી મૌલાનાના શરતી જામીન મંજુર કર્યા
- પાસપોર્ટ જમા કરાવવો તેમજ હાજરી સહિતના શરતી જામીન
- કોર્ટમાં ચાલેલી હિયરિંગમાં નામદાર કોર્ટ આપ્યા શરતી જામીન
- મૌલાનાના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં સુરક્ષા કારણોસર મૌલાનાને સાબરમતી જેલમાં મોકવા કોર્ટે આદેશ કર્યો હતો
- 04:02 PM • 22 Feb 2024AAP સાથે ગઠબંધન પર ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું નિવેદન
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ અને આપના ગઠબંધન અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. શક્તિસિંહે કહ્યું, ગઠબંધન અંગે અમે હમારો રિપોર્ટ અને મંતવ્ય હાઈ કમાન્ડને સોંપ્યો છે હવે હાઈ કમાન્ડ નિર્ણય લેશે તે યોગ્ય. ગઠબંધન થશે તો સાથે મળી અને ચૂંટણી લડીશું. તેમણે કહ્યું કે, ગઠબંધનથી ફાયદો અને નુકસાન એ ગઠબંધન જાહેર કર્યા બાદ જ ખબર પડશે. હાઇકમાન્ડ તમામ પાસાઓ જોઈને ગઠબંધન નક્કી કરશે.
- 01:50 PM • 22 Feb 2024PM મોદીના હસ્તે વાળીનાથ મહાદેવ મંદિરનું લોકાર્પણ
મહેસાણાના વીસનગરમાં આવેલા તરભમાં વાળીનાથ મહાદેવ મંદિરનું લોકાર્પણ થયું. PM મોદી આ પ્રસંગે હાજર રહ્યા હતા. મહેસાણામાં તેઓ 13,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
- 01:39 PM • 22 Feb 20241200 કરોડના પાંચ નવા પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન કર્યુ
PM મોદીએ આ સહકાર સંમેલનમાં 1200 કરોડના પાંચ નવા પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન કર્યુ છે. જેમાં ચીઝ, આઈસ્ક્રીમ અને ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી થઈ રહી છે.
અમૂલ ફેડરેશન નું જૂથ ટર્નઓવર છેલ્લા નાણાકીય વર્ષમાં 72,000 કરોડ રહ્યુ હતુ. અમૂલને ભારતની સૌથી મોટી FMCG બ્રાન્ડ અને વિશ્વની 8મી સૌથી મોટી ડેરી સંસ્થા બનાવી. છેલ્લાં 50 વર્ષોમાં, GCMMF ડેરી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતુ બનવાના સિદ્ધાંતને સાચા રાખવામાં સફળ રહ્યું છે. અમૂલ ફેડરેશન ના દુધ સંઘો દ્વારા દૂધ અને દૂધ ઉત્પાદનોની માંગને પહોંચી વળવા દેશભરમાં 98 ડેરી પ્લાન્ટનું નેટવર્ક સ્થાપ્યું છે.
- 11:41 AM • 22 Feb 2024અમૂલ મતલબ વિશ્વાસ, અમૂલ મતલબ ખેડૂતોનું સશક્તિકરણ: PM મોદી
પીએમ મોદીએ તેમના સંબોધનમાં અમૂલ બ્રાન્ડની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો અને તેને સહકારની શક્તિ ગણાવી. તેમણે કહ્યું કે, આજે નાના પશુપાલકોનું આ સંગઠન જે મોટા પાયા પર કામ કરી રહ્યું છે તે સંગઠનની તાકાત છે. સહકારની શક્તિ છે. 50 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓએ એક સાથે જે રોપા વાવ્યા હતા તે આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને આ વિશાળ વટવૃક્ષની ડાળીઓ દેશ-વિદેશમાં ફેલાયેલી છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ.
PMએ કહ્યું, ભારતની આઝાદી પછી, દેશમાં ઘણી બ્રાન્ડ્સ બનાવવામાં આવી, પરંતુ અમૂલ જેવી કોઈ નથી. આજે અમૂલ ભારતના પશુપાલકોની શક્તિનું પ્રતીક બની ગયું છે.
અમૂલ એટલે વિશ્વાસ,
અમૂલ એટલે વિકાસ,
અમૂલ એટલે જનભાગીદારી,
અમૂલ એટલે ખેડૂતોનું સશક્તિકરણ,
અમૂલ એટલે સમય સાથે આધુનિકતાનું એકીકરણ,
અમૂલ એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા,
અમૂલ એટલે મોટા સપના, મોટા સંકલ્પો અને તેનાથી પણ મોટી સિદ્ધિઓ. - 10:46 AM • 22 Feb 2024નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GCMMFનો ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમ
PM મોદી અમદાવાદમાં GCMMFના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. GCMMFની સ્થાપનાને 75 વર્ષ પૂરા થવાના અવસરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
- 09:53 AM • 22 Feb 2024નવસારીમાં આજે PM મોદીની જનસભા
નવસારીમાં આજે PM નરેન્દ્ર મોદીના હસ્તે PM મિત્ર ટેક્સટાઇલ પાર્કની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. સાથે 44 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ કરવામાં આવશે. વડાપ્રધાન 1 લાખની જનમેદનીને સંબોધિત કરશે. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને નાણાં મંત્રી પણ ઉપસ્થિત રહેશે.
- 09:52 AM • 22 Feb 2024કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ મસ્જિદ વિવાદ કેસમાં આજે સુનાવણી
શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ મસ્જિદ વિવાદ કેસમાં દાખલ અરજીઓ પર આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થશે.
- 09:51 AM • 22 Feb 2024નર્મદા ડેમની સપાટી 129.45 મીટર થઈ
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 129.45 મીટર છે. રિવરબેડ પાવર હાઉસ બંધ હાલમાં છે. કેનાલ હેડ (CHPH) પાવરહાઉસના ત્રણ ટર્બાઇન વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે. નર્મદા કેનાલમાં 19812 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં ઘટાડો થતાં એકતા ક્રુઝ બોટ બંધ કરવી પડી હતી. નર્મદા ડેમમાં હાલ 3096.20 MCM જીવંત સંગ્રહ પાણીનો જથ્થો.
- 09:49 AM • 22 Feb 2024PM મોદી આજે ગુજરાતની મુલાકાતે
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સવારે 10.20 વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. આ બાદ 10.45 કલાકે GCMMFના કાર્યક્રમમાં હાજરી આપશે અને 12 વાગ્યે હેલિકોપ્ટરથી મહેસાણા જવા રવાના થશે. આ બાદ તેઓ 12.45 વાગ્યે વાળાનાથ મંદિરના દર્શન કરશે અને વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ બાદ તેઓ બપોરે 2.45 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચીને સુરત જવાના રવાના થશે અને સાંજે નવસારીમાં કાર્યક્રમમાં હાજરી આપશે. આ બાદ સુરત એરપોર્ટથી વારાણસી જવા રવાના થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT