Gujarat News 22 April LIVE Updates: સલમાન ખાનના ઘરે ફાયરિંગ મામલે મુંબઈ પોલીસના સુરતમાં ધામા
Gujarat News 22 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 22 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 11:18 AM • 22 Apr 2024સલમાન ખાનના ઘરે ફાયરિંગ મામલે તપાસનો રેલો સુરત સુધી પહોંચ્યો
મુંબઈઃ તાજેતરમાં અભિનેતા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનાર આરોપીઓએ ફાયરિંગમાં વપરાયેલા હથિયારો સુરતની તાપી નદીમાં ફેંક્યા હોવાનો ઘટસ્ફોટ થતાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી હતી. ગોતાખોરોની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ક્રાઈમ બ્રાન્ચના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ સુરત પહોંચી ગયા હોવાનું જાણવા મળે છે.
- 10:20 AM • 22 Apr 2024ભરૂચમાં ટ્રકની ટક્કરે બાઈક ચાલકનું મોત
- ભરૂચ: વેડચ ગામે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
- માટી વહન કરતી ટ્રકે બાઇક ચાલકને ટક્કર મારી
- ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત
- અકસ્માતના પગલે વેડચ પોલીસ ઘટના સ્થળે પોહોંચી.
- પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી.
- 09:59 AM • 22 Apr 2024મણિપુરમાં હિંસા થઈ હતી તે 11 મથકો પર ફરી મતદાન
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મણિપુરમાં જ્યાં હિંસા થઈ હતી તે બેઠકો પર આજે સોમવારે કડક સુરક્ષામાં મતદાન થઈ રહ્યું છે. રાજ્યની 11 મતદાન મથકો પર ફરી મતદાન યોજાઈ રહ્યું છે.
- 09:50 AM • 22 Apr 2024ગઢડાના ગોપીનાથજી મંદિરમાં મતગણતરી પહેલા આચાર્ય પક્ષનો વિરોધ
ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરમાં ચૂંટણી અધિકારી દ્વારા મત ગણતરી મથક પર પેન કાગળ નહીં લઈ જવાનું એન્જટોને કહેતા આચાર્ય પક્ષના એસ.પી. દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આચાર્ય પક્ષની માંગ બાદ ચૂંટણી અધિકરી બી.જે. ગણાત્રાએ પેન તેમજ કાગળ લઈ જવાની મંજૂરી આપી હતી. જે બાદ થોડીવાર માં જ મતગણતરી શરૂ થશે. પરિણામ પહેલા આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સ્વામીઓ દ્વારા એકબીજા પર આક્ષેપો કરાયા છે.
ADVERTISEMENT