Gujarat News LIVE Updates: આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં KKR અને SRH વચ્ચે મેચ, 4 આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 04:42 PM • 21 May 2024MGVCL ઓફિસમાં લોકોએ તોડફોડ કરી
વડોદરા શહેરના અકોટા MGVCL ઓફિસ ખાતે સ્માર્ટ મીટરોને લઈને ઘરોમાં વીજળી ડૂલ થઈ જતાં સ્થાનિક લોકોએ તોડફોડ કરી હતી તેમજ વીજ વાયરો સળગાવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.
- 03:45 PM • 21 May 2024ભાવનગરના બોર તળાવમાં બે કિશોરી સહિત છ ડૂબ્યા, ચારના મોત
શહેરના ગણેશનગર બે વિસ્તારના બોરતળાવ કાંઠા વિસ્તારમાં એક સાથે પાંચ કિશોરીઓ તળાવમાં ડૂબી હોવાનો બનાવ બન્યો છે
આ ઘટનામાં ચાર નાની બાળાઓના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે જ્યારે એક બાળકીની સારવાર ચાલી રહી છે
કિંજલ, કોમલ, રસમી સહિત ની બે બાળકી મળી કુલ 5 બાળકી તળાવમાં ડૂબી જવાની ઘટના બહાર આવી છે
તળાવ પાસે કપડાં ધોવા માટે પહોંચી હતી ત્યારે આ બનાવ બન્યો હોવાની માહિતી મળી રહી છે
સ્થાનિક તરવૈયાઓ દ્વારા બાળકીઓને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ માત્ર એક જ બાળકી બચી શકી છે
- 01:37 PM • 21 May 2024રાહુલ ગાંધીને સમન્સ
Rahul Gandhi Summoned by Ranchi Court: દેશમાં હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. આ વચ્ચે હવે રાહુલ ગાંધી (Rahul Gandhi)ને મોટો ઝટકો લાગ્યો છે. તેઓ મુશ્કેલીમાં ફસાઈ ગયા છે, કારણ કે ઝારખંડના રાંચી જિલ્લાની PMLA કોર્ટે તેમને સમન્સ પાઠવ્યું છે. તેમને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલો ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા સંબંધિત છે.
- 01:05 PM • 21 May 2024કથાકાર રાજુ બાપુ સામે વિરોધ
કથાકાર રાજુ બાપુએ વ્યાસ પીઠ પરથી કોળી સમાજ વિશે અપશબ્દો બોલી વાણી વિલાસ કરતા કોળી સમાજ લાલઘુમ થઈ ગયો છે. ઠેર-ઠેર કોળી સમાજ દ્વારા રાજુ બાપુનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજુ બાપુએ માફી માંગી હોવા છતાં તેમની સામે કોળી સમાજમાં રોષ ફેલાયો છે. મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યા છે.
- 12:44 PM • 21 May 2024સ્માર્ટ મીટરને લઈ મોટો નિર્ણય
Gandhinagar News: ગુજરાતમાં ઠેર-ઠેર સ્માર્ટ મીટરને લઈને વિરોધ ઉગ્ર બનતા રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને રાજ્ય સરકાર દ્વારા આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- 11:53 AM • 21 May 2024જનાના હોસ્પિટલમાં 3 માસના બાળકનું મોત
રાજકોટ-જનાના હોસ્પિટલમાં 3 માસના બાળકનું મોત નિપજ્યું છે. પરિવારજનોએ તબીબોની બેદરકારીથી મોતનો આક્ષેપ લગાવ્યો છે. બાળકને તાવ આવતો હોવાથી ગોંડલથી રાજકોટની જનાના હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
તબીબોએ આંચકી આવી હોવાનું કહીને સારવાર કરી હતી. આ દરમિયાન તે પેટના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. બાળકના પરિવારજનોએ તેના પુત્રનુ દાઝી જવાથી મોત નીપજ્યાનો આક્ષેપ લગાવ્યો છે, સાથે જસમગ્ર મામલે તપાસની માંગ કરી છે. - 10:00 AM • 21 May 2024આજે અમદાવાદ સહિત આ શહેરોમાં રેડ એલર્ટ
ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતના 7 શહેરોમાં ગઈકાલે તાપમાન 44 ડિગ્રીને વટાવી ગયું હતું. તો આજે પણ રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 45 ડિગ્રી રહે તેવી શક્યતાઓ છે. આજે અમદાવાદ-રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો રાજ્યમાં હીટવેવને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને વલસાડમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી તો સુરત,સુરેન્દ્રનગર,પોરબંદર,રાજકોટ,જૂનાગઢ, જામનગરમાં અને ભાવનગરમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે.
- 09:55 AM • 21 May 2024આજે રમાશે પ્રથમ ક્વોલિફાયર મેચ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે પ્રથમ ક્વોલિફાયર મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ બચ્ચે રમાશે. આજે રમાનારી મેચને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. IPL મેચને લઈને પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. આજે સ્ટેડિયમ ખાતે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
- 09:53 AM • 21 May 20244 આતંકીઓના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા
અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા 4 આતંકીઓને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચારેય આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. એરપોર્ટ પરથી ગુજરાત ATSએ દબોચેલા ચારેય આતંકવાદીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં ATSએ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે આરોપીઓના 14 દિવસ રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT