Gujarat News 21 March LIVE: સુરતમાં બે સગા ભાઈનો આપઘાત, ભરૂચમાં બે અકસ્માતમાં બેનાં મોત
Gujarat News 21 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 21 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 12:57 PM • 21 Mar 2024મનસુખ માંડવિયા સામે ચૂંટણીપંચમાં ફરિયાદ
વંથલી APMCમાં કેન્દ્રિય મંત્રીએ ચૂંટણી કાર્યક્રમ યોજ્યો હતો.
ચૂંટણી પ્રચારમાં સરકારી સંપત્તિનો ઉપયોગ કરવાનો મનસુખ માંડવિયા પર આરોપ.
ચૂંટણી પંચમાં મનસુખ માંડવિયા સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ નોંધાઈ.કોંગ્રેસના મહામંત્રી વી.ટી.સીડાએ કરી ફરિયાદ
- 10:20 AM • 21 Mar 2024મહારાષ્ટ્રમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા
મહારાષ્ટ્રમાં હિંગોલીમાં વહેલી સવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા. સવારે 6.08 વાગ્યે 4.5ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. બાદ 6.19 મિનિટે ફરી 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
- 09:44 AM • 21 Mar 2024સુરતના અમરોલીમાં બે સગા ભાઈઓનો આપઘાત
સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતા બે ભાઈઓએ અનાજમાં નાખવાની દવા પીને આપઘાત કર્યો. લોનના હપ્તા નહીં ભરાતા આવું પગલું ભર્યું હોવાનું અનુમાન.
- 09:41 AM • 21 Mar 2024ભરૂચ જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં બેનાં મોત
રાજપારડી ચોકડી પર ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતાં પતિ-પત્નીને ઇજા પહોંચી હતી. જેમાં ગંભીર ઈજાઓના પગલે પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે ભરૂચ શહેરની શ્રવણ ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું.
ADVERTISEMENT