Gujarat News 21 February LIVE: ખેડૂતોની આજે ફરી દિલ્હીમાં કૂચની તૈયારી, CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક
Gujarat News 21 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 21 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 10:46 AM • 21 Feb 2024બનાસકાંઠામાં કમોસમી વરસાદ
શિયાળાની વિદાય વચ્ચે રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. ગત મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જિલ્લાના થરાદ, વાવ, લાખણી સહિતના ગામોમાં મોડી રાત્રે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. - 09:54 AM • 21 Feb 2024પૂણે પોલીસે દિલ્હીમાંથી 1 હજાર કરોડથી ડ્રગ્સ જપ્ત કર્યું
પૂણે પોલીસે દિલ્હીમાં રેડ કરીને હૌજે ખાસ વિસ્તારમાંથી લગભગ 1 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. અત્યાર સુધી 700 કિલોથી વધારે ડ્રગ્સ જપ્ત થઈ ચૂક્યુ છે.
- 09:52 AM • 21 Feb 2024ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે 4 વાગ્યે કેબિનેટની બેઠક યોજાશે. બેઠકમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને સમીક્ષા, બજેટ સત્રમાં બાકી રહેલા કામો અને નવા બિલ બાબતે ચર્ચા થશે.
- 09:52 AM • 21 Feb 2024ખેડૂતોની દિલ્હી કૂચને લઈને શંભૂ બોર્ડરે એલર્ટ
સરકાર સાથે ચાર વાટાઘાટો અનિર્ણાયક રીતે સમાપ્ત થયા બાદ આજે ખેડૂતો ફરી દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. ખેડૂત આંદોલનમાં સામેલ 14 હજાર ખેડૂતો આજે તેમના 1200 ટ્રેક્ટર સાથે ફરી આગળ વધવાનો પ્રયાસ કરશે. તેને જોતા શંભુ અને ખનૌરી બોર્ડર પર ખાસ એલર્ટ છે. પંજાબના ડીજીપીએ તમામ રેન્જના એડીજી, આઈજીપી અને ડીઆઈજીને પત્ર લખીને પોકલેન, જેસીબી, ટીપર અને હાઈડ્રા જેવા ભારે વાહનોને કોઈપણ સંજોગોમાં પંજાબ-હરિયાણાની ખનૌરી અને શંભુ બોર્ડર તરફ આગળ વધવાની મંજૂરી ન આપવા જણાવ્યું છે.
ADVERTISEMENT