Gujarat News 21 April LIVE Updates: અમરેલી જિલ્લામાં AAPમાં મોટું ગાબડું, ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ કલમ 144 લાગુ
Gujarat News 21 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 21 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 04:09 PM • 21 Apr 2024'કામ નહીં તો વોટ નહીં' વડોદરામાં વિરોધ
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ રણછોડ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે, વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ, ડ્રેનેજનો પહેલેથી જ પ્રોબ્લેમ છે, રોડ સરખા નથી અને હવે લાઈટ પણ યોગ્ય રીતે મળતી નથી. જેને લઇ સોસાયટીના નાકે પોસ્ટર બેનર લગાવી 'કામ નહીં તો વોટ નહીં'ની ચીમકી ઉચ્ચારી છે.
- 04:07 PM • 21 Apr 2024ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા ક્યારે યોજાશે?
GSSSB Clerk Recruitment 2024: જુનિયર ક્લાર્ક સહિતના કેડરની પરીક્ષાને લઈ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. લોકસભા ચૂંટણીને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા મોકૂફ રાખી હતી. તા. 20, 21,27 અને 28 એપ્રિલ તથા 4 અને 5 મે ના રોજ લેવાનારી પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી જે હવે તારીખ 11 અથવા 13મી મે થી લઈને 20મી મે સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન થઈ રહ્યું છે.
- 01:56 PM • 21 Apr 2024નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ
Lok Sabha Election 2024 : સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે. આજે કલેક્ટર કચેરીમાં લાંબી સુનાવણી બાદ આ હાઇ વૉલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારની દરખાસ્ત કરનારા ચાર જણાએ શનિવારે ફોર્મ ચકાસણી દરમ્યાન મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વરની હાજરીમાં ઓન કેમેરામાં અમે ફોર્મમાં સહી ન કરવાના કારણે તેમનું ફૉર્મ આજે રદ્દ કરવામાં આવ્યું છે. નિલેશ કુંભાણીના મામલે સુરત ક્લેક્ટર કચેરી ખાતે સુનાવણી પૂર્ણ થયા બાદ મોટો નિર્ણય સંભળાવ્યો હતો.
- 01:33 PM • 21 Apr 2024સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયાણીઓના ઉપવાસ
ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી અને ટિકિટ રદની માંગણી ઉગ્ર બની છે. સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી ગઈ છે. મહિલાઓ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં નારા લગાવવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, જો 7 દિવસમાં ટિકિટને લઈને નિર્ણય નહીં કરાય તો ક્ષત્રિય સમાજ દ્વારા ગામડે ગામડે ધર્મ રથ ફેરવવામાં આવશે અને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવશે.
- 09:37 AM • 21 Apr 2024ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી
ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ મતદાન ચાલી રહ્યું છે, ગઢડા લક્ષ્મીવાડી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યું છે. મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આજે 31 મતદાન બુથ પર કુલ 12 ઉમેદવારો માટે 25,197 મતદારો મતદાન કરશે. મતદાન પ્રક્રિયા સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂટણીને લઈને કલમ 144 લાગુ કરાઈ છે. તા. 21-22 એપ્રિલ બે દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી અને આવતીકાલે મતગણત્રરી થશે.
- 09:37 AM • 21 Apr 2024અમરેલીમાં AAPના કાર્યકરોના કેસરિયા
Lok Sabha Elections: લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. અમરેલીના લાઠી ખાતે મોદી પરિવાર સભામાં આપ પાર્ટીના 40 જેટલા કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. લાઠી આપ પાર્ટીના પ્રમુખ સહિત 40 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT