लाइव

Gujarat News 2 May LIVE Updates: 'જામનગરના જામસાહેબના પરિવાર સાથે મારો જૂનો સંબંધ', પીએમ મોદી જામનગરમાં જનસભા ગજવી

kenil somaiya

ADVERTISEMENT

2 May Breaking News
27 March Breaking News
social share
google news

Gujarat News 2 May LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 06:02 PM • 02 May 2024
     'જામસાહેબ વિજય ભવ કહે પછી તે વિજય નિશ્ચિત થઈ જાય છે'

    જામનગરની જાહેરસભાને સંબોધતા પહેલા પીએમ મોદીએ  જામ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી. અને ત્યારબાદ સભાને સંબોધી હતી અને કહ્યું કે,  'જામસાહેબ વિજય ભવ કહે પછી તે વિજય નિશ્ચિત થઈ જાય છે'

  • 11:54 AM • 02 May 2024
    આણંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા

    વડાપ્રધાન મોદીએ આજે આણંદમાં સભા સંબોધી હતી. આ જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, 'આઝાદીના 100 વર્ષે ભારત વિકસિત હોવો જોઇએ. આણંદના લોકોને સમજાવવુ નહીં પડે કે વિકસિત ગુજરાત કેવુ હશે, કેમ કે તેમણે આખી દુનિયા જોયેલી છે.' વધુમાં તેમણે કહ્યું કે, '140 કરોડ લોકોના સપના પુરા કરવા મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઇએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જ્યારે સરદારની ભૂમિ પરના આશીર્વાદ મળે ત્યારે ચાર ચાંદ લાગી જાય છે.'
     

  • 10:32 AM • 02 May 2024
    ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં

    વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વચ્ચે ભાજપ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના રાજવીઓ ભાજપના સમર્થનમાં આવ્યા છે. 45થી વધુ રાજવીઓએ વડાપ્રધાનને એક સૂરમાં સમર્થન આપ્યુ છે. ભાવનગર, કચ્છ, ગોંડલ, દાંતા સહિત તમામ રાજવીઓનું ભાજપને ખુલ્લું સમર્થન આપ્યુ છે. 
     

  • 09:28 AM • 02 May 2024
    આજનો PM મોદીનો ગુજરાત પ્રવાસ

    PM Modi Relly today: PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઇકાલે સાબરકાંઠા અને બનાસકાંઠામાં જનસભા કર્યા બાદ આજે આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદી સભા ગજવશે. વડાપ્રધાન મોદી વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં જાહેર સભા સંબોધશે. આણંદ અને ખેડા બેઠકના ઉમેદવારો માટે તેઓ પ્રચાર કરશે. આણંદ બાદ PM મોદીનો કાર્યક્રમ આ પ્રમાણે છે 

    આજનો PM મોદીનો ગુજરાત પ્રવાસ

    • સવારે 10.00 કલાકે - આણંદ
    • બપોરે 12.00 કલાકે - વઢવાણ
    • બપોરે 2.15 કલાકે - જૂનાગઢ
    • સાંજે 4.15 કલાકે - જામનગર
follow whatsapp

ADVERTISEMENT