लाइव

Gujarat News LIVE Updates: સિક્કિમમાં SKM અને અરુણાચલ પ્રદેશમાં બનશે ભાજપની સરકાર

ADVERTISEMENT

Gujarat News Updates
Gujarat News Updates
social share
google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:36 PM • 02 Jun 2024
    સિક્કિમમાં SKM અને અરુણાચલમાં ભાજપની સરકાર

    સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા. સિક્કિમમાં SKM સરકાર અને અરુણાચલમાં ભાજપની સરકાર બની રહી છે, અરુણાચલમાં કોંગ્રેસને એક સીટ મળી, છે જ્યારે ભાજપના 10 MLA બિનહરીફ જીત્યા છે.

  • 01:15 PM • 02 Jun 2024
    અરુણાચલ પ્રદેશમાં બનશે ભાજપની સરકાર, બહુમતિનો આંકડો પાર કર્યો

    અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી બાદ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપની સરકાર બની રહી છે. ભાજપે 60 સીટમાંથી બહુમતિનો આંકડો પાર કરી લીધો છે. જે બાદ ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.

     

  • 12:29 PM • 02 Jun 2024
    ધ્રાંગધ્રામાં ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલ-શોપિંગ મોલને નોટિસ

    રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ સુરેન્દ્રનગર ના ધ્રાંગધ્રામાં 13 હોસ્પિટલ 12 શોપિંગ મોલમાં ફાયર સેફટીનો અભાવ. 13 જેટલી હોસ્પિટલ અને 12 શોપિંગ મોલ ફાયર સેફટી વગર જ ધમધમતા હતા. ધ્રાંગધ્રા નગરપાલિકાને જાણ થતાં 13 જેટલી હોસ્પિટલ અને 12 શોપિંગ કોમ્પ્લેક્સને નોટિસ ફટકારવામાં આવી. તાત્કાલિક ફાયર સેફટી અને ફાયર NOC નહીં લેવામાં આવે તો સીલ પણ કરવામાં આવશે. ધ્રાંગધ્રામાં આવેલી શાળાઓ અને ઉધોગોનું પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું.

  • 12:28 PM • 02 Jun 2024
    T20 વર્લ્ડકપમાં USની કેનેડા સામે 7 વિકેટે જીત

    T20 વર્લ્ડકપના આરંભમાં અમેરિકાએ કેનેડાને 7 વિકેટ હરાવીને ટૂર્નામેન્ટનો જીત સાથે પ્રારંભ કર્યો. USની ટીમને કેનેડાએ 20 ઓવરમાં 195 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને તેણે 17.4 ઓવરમાં 3 વિકેટને નુકસાને હાંસેલ કરી લીધો હતો.

  • ADVERTISEMENT

  • 12:26 PM • 02 Jun 2024
    છોટા ઉદેપુરથી દીકરી સાથે પરિણીતાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરાયું

    છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાની એક પરિણીતાને દીકરી સાથે અપહરણ કરી પરિણીતા સાથે બળાત્કાર ગુજારાયો. પરિણીતાને દીકરી સાથે દેશના વિવિધ શહેરોમાં લઈ જઈને બળાત્કાર ગુજારાયો. પરિણીતા વિરોધ કરતા સાત વર્ષીય દીકરીને માર મારી પરિણીતાને શરીર સંબંધ બાંધવા મજબૂર કરી. ત્રણ મહિનાથી અપહરણ કરીને લઈ ગયા બાદ પરિણીતા ઉપર બળાત્કાર ગુજારાયો. બળાત્કારી યુવક એક દિવસ મોબાઈલ ફોન પરિણીતા પાસે ભૂલી જતાં પરિણીતાએ પોતાના પતિને ફોન કરતા ભાળ મળી હતી. પરિણીતાને પતિએ પાવી જેતપુર પોલીસના સહયોગથી પરિણીતા અને તેની દીકરીને તામિલનાડુથી શોધી આરોપી સાથે લઈ આવી. પાવી જેતપુર પોલીસે પરિણીતાની ફરિયાદ આધારે ચાર જણા સામે ગુનો દાખલ કરી ત્રણની ધરપકડ કરી.

  • 09:50 AM • 02 Jun 2024
    એક્ઝિટ પોલમાં ભાજપની સરકારના સંકેત

    શનિવારે લોકસભા ચૂંટણીના સાતમા ચરણનું મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. વિવિધ એક્ઝિટ પોલમાં દેશમાં ફરી એકવાર NDAને પૂર્ણ બહુમતિ મળતી દેખાઈ રહી છે. ત્યારે ફરી એકવાર ભાજપની સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે.

  • ADVERTISEMENT

  • 09:48 AM • 02 Jun 2024
    કેજરીવાલને ફરી તિહાર જેલ જવું પડશે

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે તિહાર જેલમાં પરત ફરવું પડશે. સુપ્રીમ કોર્ટે તેમને ચૂંટણી પ્રચાર માટે ત્રણ સપ્તાહના વચગાળાના જામીન આપ્યા હતા. શનિવારે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનની સાથે જ વચગાળાના જામીનનો સમયગાળો પૂરો થઈ ગયો છે. શનિવારે સ્થાનિક કોર્ટે વચગાળાની જામીન અરજી પરનો આદેશ 5 જૂન માટે અનામત રાખ્યો છે.

follow whatsapp

ADVERTISEMENT