लाइव

2 January Live News: સરકારના આસવાસન બાદ ટ્રક ડ્રાઈવરોની હડતાળ સમેટાઈ, ટ્રાન્સપોર્ટ એસ. ના અધ્યક્ષનું મોટું નિવેદન

ADVERTISEMENT

gujarat-latest-live-news-and-breaking-news-2-january-2024-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
gujarat-latest-live-news-and-breaking-news-2-january-2024-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 07:23 PM • 02 Jan 2023
    જાપાનમાં થયેલા વિમાન અકસ્માતમાં 5ના મોત, 379 મુસાફરો હતા સવાર
    આજે જાપાનના ટોકિયોના એરપોર્ટ પર કોસ્ટ ગાર્ડનું એક વિમાન જાપાન એરલાઈન્સના વિમાન સાથે અથડાયું હતું. જેમાં પાંચ લોકોના મોત થયા છે. આ ઘટનામાં એક વિમાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું હતું જેમાં 379 લોકો સવાર હતા.
  • 06:38 PM • 02 Jan 2023
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 અને 10 જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે
    વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી 9 જાન્યુઆરીએ ગ્લોબલ ટ્રેડ શોનાં કાર્યક્રમમાં હાજરી આપશે અને તે દિવસે પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. આ રોકાણ દરમિયાન સમીક્ષા બેઠક અને રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજન કરશે. ત્યારબાદ 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે.
  • 05:07 PM • 02 Jan 2023
    નવા વર્ષમાં સતત બીજા દિવસે શેરબજારમાં વેચવાલી
    નવા વર્ષના બીજા દિવસે શેરબજારનું નબળું વલણ જોવા મળ્યું. સતત બીજા દિવસે ભારતીય શેરબજાર લાલ નિશાને બંધ થયું હતું. આજે BSE Sensex અને NSE Nifty સપાટ ખુલ્યા અને દિવસ દરમિયાન લેવાલી અને વેચવાલીના ફટાકા બાદ ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 379 અને 76 પોઈન્ટ તૂટ્યા હતા.
  • 03:41 PM • 02 Jan 2023
    જાપાનના એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ
    આજે જાપાનના ટોકિયોના એરપોર્ટ પર કોસ્ટ ગાર્ડનું એક વિમાન જાપાન એરલાઈન્સના વિમાન સાથે અથડાયું હતું. આ ઘટના હાનેડા એરપોર્ટ પર બની હતી. સ્થાનિક પ્રસારણકર્તાના અહેવાલ અનુસાર, ટક્કર બાદ વિમાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગ આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવતો જોવા મળ્યો હતો. જાપાન એરલાઈન્સના વિમાનમાં 367 મુસાફરો સવાર હતા. જોકે તમામનો બચાવ કરી લેવામાં આવ્યો છે અને મોટી જાનહાનિ થતાં બચી ગઈ છે.
  • ADVERTISEMENT

  • 12:47 PM • 02 Jan 2023
    વડોદરામાં સ્વાઈન ફ્લુના દર્દીનું મોત
    વડોદરાની SSG હોસ્પિટલમાં H1N1 એફલુએનઝાના દર્દીનું મોત થયું છે. 57 વર્ષીય દર્દી અન્ય બીમારીઓમાં પણ સપડાયેલા હતા. 31 ડિસેમ્બરે હોસ્પિટલમાં દાખલ થયા બાદ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.
  • 12:47 PM • 02 Jan 2023
    અમદાવાદમાં બે પોલીસકર્મીઓ નશામાં ઝડપાયા
    અમદાવાદમાં બે પોલીસકર્મીઓ નશાની હાલતમાં ઝડપાયા છે. બંને આરોપી શાહીબાગ હેડક્વાર્ટરમાં LRD જવાન છે. અક્ષય ડોડિયા, રોહિત પરમાર નામના પોલીસકર્મીઓ પર મેઘાણીનગરમાં નશામાં મહિલાની છેડતીનો આક્ષેપ લાગ્યો છે.
  • ADVERTISEMENT

  • 08:05 AM • 02 Jan 2023
    નવા વર્ષે ફરી મણિપુરમાં ભડકી હિંસા, 4 લોકોના મોત
    Manipur Violence on New Year Day: નવા વર્ષના પહેલા દિવસે સોમવારે મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હોવાની અને ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. મણિપુરમાં ફરી હિંસા ભડકતા રાજ્યના પાંચ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ સાથે જ મુખ્યમંત્રી બિરેન સિંહે પણ મંત્રીઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે.
  • 08:05 AM • 02 Jan 2023
    ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને સરકારે આતંકી જાહેર કર્યો
    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કર્યો છે. આ પહેલા કેન્દ્ર સરકાર પણ લખબીર સિંહ લાંડાને આતંકવાદી જાહેર કરી ચૂકી છે. આ બંને કેનેડામાં છુપાયેલા છે. તેઓ પંજાબમાં ખંડણી અને સરહદ પારથી હથિયારો અને ડ્રગ્સની દાણચોરીમાં પણ સામેલ છે. ગોલ્ડી બ્રાર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ખાસ સહયોગી છે. પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ ગોલ્ડી બ્રારે સોશિયલ મીડિયા પર જવાબદારી લીધી હતી. બ્રામ્પટનમાં છુપાયેલો ગોલ્ડી બ્રાર પ્રતિબંધિત આતંકવાદી જૂથ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે પણ જોડાયેલો છે.
  • 07:09 AM • 02 Jan 2023
    જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા મુદ્દે કેન્દ્રિય ગૃહમંત્રાલયની ઉચ્ચે સ્તરીય બેઠક
    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળવારે (2 જાન્યુઆરી) રાજધાની દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, સુરક્ષા ગ્રીડ, વિસ્તાર આધિપત્ય યોજના, UAPA સંબંધિત બાબતો અને ઝીરો ટેરર ​​પ્લાન પર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત અહીંના વિકાસની પણ સમીક્ષા કરવામાં આવશે.
  • 01:30 PM • 02 Jan 2024
    જાપાન બાદ મ્યાનમાર અને લદ્દાખમાં પણ ભૂકંપ
    સોમવારે જાપાનમાં 90 મિનિટમાં 4.0 કે તેથી વધુ તીવ્રતાના 21 ભૂકંપ અનુભવાયા હતા. આમાંથી એક ભૂકંપની તીવ્રતા 7.6 માપવામાં આવી હતી. આ બાદ મ્યાનમાર અને ભારતના લદ્દાખમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મ્યાનમારમાં 2 જાન્યુઆરીએ 3:15 મિનિટ 53 સેકન્ડે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં જમીનની અંદર 85 કિલોમીટરની ઉંડાઈએ માપવામાં આવ્યું હતું. આ પહેલા ભારતના લદ્દાખમાં પણ નાનો ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર, લદ્દાખમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. તેના આંચકા 1 જાન્યુઆરીએ 10:15 મિનિટ અને 29 સેકન્ડે અનુભવાયા હતા. તેનું કેન્દ્ર ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઊંડાઈ પર હતું.
follow whatsapp

ADVERTISEMENT