लाइव

Gujarat News 2 April LIVE: AAP સાંસદ સંજયસિંહને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન

ADVERTISEMENT

2 April Live News
2 April Live News
social share
google news

Gujarat News 2 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 02:21 PM • 02 Apr 2024
    AAP સાંસદ સંજય સિંહને મળ્યા જામીન

    સુપ્રીમ કોર્ટે AAP સાંસદ સંજય સિંહને મોટી રાહત આપી છે. કોર્ટ દ્વારા સાંસદને જામીન આપવામાં આવ્યા છે. જે બાદ મોડી સાંજે તેઓ જેલમાંથી બહાર આવી શકે છે.

  • 10:25 AM • 02 Apr 2024
    જૂનાગઢમાં પરષોત્તમ રૂપાલાનું પૂતળા દહન કરાયું

    જૂનાગઢ જિલ્લાના વંથલીમાં પરષોત્તમ રુપાલાનું પૂતળા દહન કરાયું હતું. અનુસૂચિત જાતિ વિરુદ્ધ ગોંડલ ખાતે વિવાદિત નિવેદન બદલ બેનર સાથે રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઘટનાને લઈને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરાઈ હતી.

  • 09:43 AM • 02 Apr 2024
    જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

    જાપાનમાં ફરી 6.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ઉત્તર જાપાનના ઈવાતે અને આઓમોરી પ્રાંતમાં આ આંચકો અનુભવાયો હતો. ભૂકંપમાં જાનમાલના નુકસાનની કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી.

  • 09:42 AM • 02 Apr 2024
    અમદાવાદના 100 ટ્રાફિક સિગ્નલ બપોરે બંધ રખાશે

    અમદાવાદમાં દિવસેને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે શહેરના 100 જેટલા સિગ્નલને બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુ ટ્રાફિકવાળા સિગ્નલનો સમય 50 ટકા સુધી ઘટાડી દેવાશે.

follow whatsapp

ADVERTISEMENT