Gujarat News LIVE Updates: ગરમી વધતા ઈમરજન્સી કોલમાં વધારો, કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહના ભાજપ પર પ્રહાર
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 06:27 PM • 19 May 2024ભાજપ પર ભડક્યા શક્તિસિંહ
ગુજરાત લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે છતાં રાજકારણ ગરમાયેલું છે. એવામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, તે લોકોએ 10 વર્ષમાં થયેલા કામના બદલામાં મત નથી માંગ્યા પરંતુ રાહુલ ગાંધી અને પાકિસ્તાન જેવા મુદ્દાથી ડરાવી મત માંગ્યા છે. લોકશાહીમાં લોકોના અવાજને સાંભળવો જોઈએ. પરંતુ આજે કેટલાક અંધ ભક્તોને કારણે ભાજપનો અહંકાર સાતમા આસમાને પહોંચ્યો છે. તો બીજી તરફ સહકારી ક્ષેત્રમાં મેન્ડેડ પ્રથાને લઈને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગોહિલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સહકારી ક્ષેત્રમાં ક્યારેય મેન્ડેડ પ્રથા ન હતી, ભાજપના પ્રદેશ પ્રમુખે રાજકીય દંડો ચલાવ્યો છે. લોકશાહીમાં તો જનમત જ વિજેતા નક્કી કરે છે.
- 06:23 PM • 19 May 2024ગરમી વધતા ઈમરજન્સી કોલમાં વધારો
ગુજરાતમાં ભારે ગરમીના કારણે 108 ઈમરજન્સી સેવાને મળતા કોલમાં લૂ સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે. છેલ્લા સાત દિવસમાં રાજ્યમાં ગરમીને કરણે તબિયત બગડવાના કુલ 693 જેટલા કેસ નોંધાયા. જેમાં ચક્કર આવવા, શરીરમાં પાણીની કમીને કારણે પડી જવું, લૂ લાગવી જેવા કેસોનો સમાવેશ થાય છે. છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદમાં ગરમી સંબંધિત 112 કેસ 108 ઇમરજન્સી સર્વિસને મળ્યા હતા. તો શનિવારે એટલે કે 18મી મેના હિટવેવને કારણે સપ્તાહના સૌથી વધારે 97 કોલ 108 એમ્બ્યુલન્સ સેવાને મળ્યા છે..
- 03:13 PM • 19 May 2024મહિલા પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ
અમરેલીની મહિલા પોલીસ કોન્સ્ટેબલનો મર્દાના અદામાં વીડિયો વાયરલ થયો છે. બુલેટ, ગોગલ્સ અને ખાખી ડ્રેસમાં મહિલા પોલીસકર્મીનો મસ્ત અદામાં વીડિયો વાયરલ થયો છે. વરધી પહેરીને સ્પેશ્યલ ફોટો શૂટ કરાવનાર અંજલી ચૌહાણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અંજલી ચૌહાણ અમરેલી હેડ કવાટરમાં ફરજ બજાવે છે.
- 12:17 PM • 19 May 2024ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા શંકર ચૌધરી
પાક નુકશાનીની ભીતિ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ પહોંચ્યા ખેડૂતના ખેતરમાં પહોંચ્યા હતા. થરાદના લુણાલ ગામે ખેડૂતના ખેતરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પહોંચ્યા હતા. પોતાના મત વિસ્તારમાં ખેડૂતોના જીવ પડીકે બંધાતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ખેતરોમાં પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી.
- 09:45 AM • 19 May 2024અમિત શાહ આજે જૌનપુરમાં જાહેરસભા કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જૌનપુરમાં જનસભાને સંબોધશે. તે બપોરે 1.45 કલાકે પહોંચશે. તેમની જાહેર સભા મડિયાહુના રામલીલા મેદાનમાં યોજાવાની છે. તેઓ ભાજપના ઉમેદવાર બીપી સરોજની તરફેણમાં રાજકીય સમીકરણો ઉકેલવાનો પ્રયાસ કરશે. જાહેર સભા માટે પાંચ વિધાનસભા મતવિસ્તારના લોકો એકત્ર થાય તેવી શક્યતા છે. ગૃહમંત્રીના આગમનને લઈને ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- 09:44 AM • 19 May 2024ગરમી અને વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારે ગરમી અને હીટવેવની આગાહી કરી છે. IMD અનુસાર દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ગરમીનું મોજું યથાવત રહેશે. શનિવારે ઉત્તર પશ્ચિમના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 50 ડિગ્રીએ પહોંચી ગયું હતું. દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે યુપી અને બિહારમાં ઓરેન્જ એલર્ટ છે. દક્ષિણ ભારતના ભાગોમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT