लाइव

Gujarat News 19 February LIVE: કલ્કીધામ મંદિરનો કર્યો શિલાન્યાસ, PM મોદી પૂજામાં બેઠા

ADVERTISEMENT

Breaking News 19 February
Breaking News 19 February
social share
google news

Gujarat News 19 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 12:04 PM • 19 Feb 2024
    પાલનપુરમાં માર્કેટ યાર્ડમાં ભયાનક આગ લાગી

    બનાસકાંઠા: પાલનપુર માર્કેટ યાર્ડમાં ભીષણ આગની ઘટના ઘટી છે. જેમાં માર્કેટયાર્ડની 10 જેટલી દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. પ્રાથમિક રીતે આગ શોર્ટ સર્કિટથી લાગ્યાનું અનુમાન છે. પાલનપુર પાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને આગ કાબુમાં લેવાના પ્રયાસ કર્યા.

  • 10:42 AM • 19 Feb 2024
    PM મોદીએ કલ્કિ ધામના શિલાન્યાસમાં હાજર

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. અહીં તેઓ શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કરી રહ્યા છે. પીએમ મોદી અહીં એક જનસભાને પણ સંબોધિત કરશે. આ મંદિર શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. 

  • 09:54 AM • 19 Feb 2024
    રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અમેઠી પહોંચશે

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે અમેઠી પહોંચશે. અહીં ન્યાય યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. તો બીજી તરફ આજે અમેઠીથી સાંસદ સ્મૃતિ ઈરાની પણ અમેઠીની મુલાકાત લેવાના છે.

  • 09:53 AM • 19 Feb 2024
    પાપુઆ ન્યુ ગિનીમાં આદિવાસીઓ વચ્ચે હિંસા, 53 લોકો માર્યા ગયા

    પાપુઆ ન્યુ ગિનીમાં આદિવાસી હિંસામાં 53 લોકો માર્યા ગયા છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ સોમવારે સ્થાનિક પોલીસને ટાંકીને આ માહિતી આપી હતી. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પે જણાવ્યું હતું કે, દક્ષિણ પેસિફિક દ્વીપ રાષ્ટ્રના દૂરના હાઇલેન્ડ્સ ક્ષેત્રમાં એન્ગા પ્રાંતમાં ઓચિંતા હુમલામાં 53 લોકોને ઠાર કરવામાં આવ્યા હતા.

  • ADVERTISEMENT

  • 09:51 AM • 19 Feb 2024
    અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાના હતા, ત્યારે સવાલ ઉઠાવવામાં આવી રહ્યો હતો કે શું કેજરીવાલ આ વખતે હાજર થશે, જેનો જવાબ આમ આદમી પાર્ટી (AAP)એ આપ્યો છે. AAPનું કહેવું છે કે સીએમ કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય. તેણે સમન્સને ગેરકાયદે ગણાવ્યો છે. પક્ષનું કહેવું છે કે કેન્દ્રીય એજન્સી EDના સમન્સની માન્યતાનો મામલો હવે કોર્ટમાં છે. તે પોતે કોર્ટમાં ગયા છે. EDએ વારંવાર સમન્સ મોકલવાને બદલે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.

follow whatsapp

ADVERTISEMENT