लाइव

Gujarat News LIVE Updates: અમદાવાદ અને બરોડામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રકશન ઉપર ITના દરોડા

ADVERTISEMENT

18 May Live News
18 May Live News
social share
google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 11:42 AM • 18 May 2024
    ગુજરાતમાં ફરી એકવાર ITનું મેગા ઓપરેશન

     અમદાવાદ અને બરોડામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રકશન ઉપર IT વિભાગ ત્રાટક્યું હતું. બરોડાના ખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સની તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં માધવ કન્સ્ટ્રકશનના સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશિષ ખુરાનાને ત્યાં પણ ઇન્કમટેક્સની તવાઈ.  અમદાવાદ અને બરોડા મળી કુલ 27 જગ્યાએ દરોડા અને સર્વેની કામગીરી ચાલી રહી છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે.

  • 11:41 AM • 18 May 2024
    ગુજરાતના મદરેસામાં તપાસના આદેશ

    ગુજરાતમાં ચાલી રહેલી 1150 જેટલા સરકારી અને ગ્રાન્ટેડ મદરેસાઓ માટે સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના આદેશ અનુસાર, ગુજરાતના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને સરકારી અને ગ્રાન્ટેડ મદરેસાઓમાં અભ્યાસ કરતા બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓનો સર્વે કરીને મદરેસાઓના મેપિંગ, મદરેસાઓને ભંડોળ સહિત 11 મુદ્દાઓ પર 24 કલાકમાં ઓનલાઈન રિપોર્ટ ફાઈલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

    (અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ સમાચાર)

     

  • 11:01 AM • 18 May 2024
    નવસારી નેશનલ હાઈવે 48 પર અકસ્માત, 15 લોકો ઈજાગ્રસ્ત

    નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના બની છે. ચીખલીથી વાપી બાયર નામની કંપનીના કર્મચારીઓને લઈ જતી બસ અને આઈશર ટેમ્પા વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. જેમાં બસમાં સવાર 15 જેટલા કર્મચારીઓ ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા અને ટેમ્પાના ચાલકને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

  • 09:41 AM • 18 May 2024
    એક્ટર ગુરુચરણ સિંહ 25 દિવસ બાદ મળ્યા

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવતો એક્ટર ગુરુચરણ સિંહ 25 દિવસ બાદ ઘરે ફર્યો છે. છેલ્લા કેટલાક દિવસથી એક્ટરને પોલીસ શોધી રહી હતી. એક્ટરે પોતે દુનિયાથી દૂર ધાર્મિક યાત્રા પર નીકળ્યો હોવાનું જણાવ્યું હતું.

  • ADVERTISEMENT

  • 09:41 AM • 18 May 2024
    ગુજરાતમાં આજે 6 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ

    ગુજરાતમાં આજે 6 જિલ્લાઓમાં હીટવેવની આગાહી અપાઈ છે. તો 8 જેટલા શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એવામાં ઘણા શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, સુરત, વલસાડમાં ગરમીનો પ્રકોપ રહેશે. 
     

follow whatsapp

ADVERTISEMENT