लाइव

Gujarat News 18 March LIVE: કેજરીવાલ EDના સમન્સ પર હાજર નહીં થાય, સાબરમતી એક્સપ્રેસના 4 ડબ્બા પાટા પરથી ઉતર્યા

ADVERTISEMENT

18 March Breaking News
18 March Breaking News
social share
google news

Gujarat News 18 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 09:45 AM • 18 Mar 2024
    કેજરીવાલ EDના સમન્સ પર હાજર નહીં થાય

    દિલ્હી વોટર બોર્ડ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર નહીં થાય. આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યારે કોર્ટમાંથી જામીન મળી ગયા છે, તો પછી ED તેને વારંવાર સમન્સ કેમ મોકલી રહી છે. AAPએ કહ્યું છે કે EDનું સમન્સ ગેરકાયદેસર છે. તેમણે ભારતીય જનતા પાર્ટી પર સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે ભાજપ શા માટે EDની પાછળ છુપાઈને ચૂંટણી લડવા માંગે છે.

  • 09:40 AM • 18 Mar 2024
    સાબરમતી એક્સપ્રેસ ટ્રેને માલગાડીને ટક્કર મારી

    અજમેરના મદાર રેલવે સ્ટેશન પાસે સાબરમતી-આગ્રા એક્સપ્રેસ ટ્રેને ઊભેલી માલગાડીને ટક્કર મારી હતી. જેના કારણે સુપરફાસ્ટ ટ્રેનના 4 ડબ્બા અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા.

  • 09:37 AM • 18 Mar 2024
    PM મોદી આજથી દક્ષિણ ભારતના 3 રાજ્યોની મુલાકાતે

    PM મોદી આજથી તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ તેલંગાણાના જગતિયાલ અને કર્ણાટકના શિવમોગ્ગામાં રેલી યોજશે. જ્યારે તમિલનાડુના કોઈમ્બતુરમાં રોડ શો કરશે.

  • 09:36 AM • 18 Mar 2024
    રશિયામાં ફરી એકવાર વ્લાદીમીર પુતિનની સરકાર

    રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરી એકવાર વ્લાદિમીર પુતિનની સરકાર બની છે. 87.97 ટકા વોટ સાથે પુતિનની પાર્ટીએ ચૂંટણીમાં જીત મેળવી છે.

     

follow whatsapp

ADVERTISEMENT