लाइव

Gujarat News 18 January LIVE: વડોદરાના હરણી તળાવમાં 10થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા, એકનું મોત અને પાંચ લાપતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:36 PM • 18 Jan 2023
    વડોદરામાં મોટી દુર્ઘટના
    વડોદરાના હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓથી ભરેલ એક બોટ પલટી જતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. બોટમાં સક્ષમતા કરવા વધુ વિદ્યાર્થીઓ ભર્યા હોવાની માહિતી મળી છે. આ બોટમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો સવાર હતા. બોટ પલટી જતાં એક વિદ્યાર્થીનું મોત અને સાત ઇજાગ્રસ્ત થયા તેમજ 5 વિદ્યાર્થી હજુ લાપતા છે.
  • 03:45 PM • 18 Jan 2023
    રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કેન્દ્રનો મોટો નિર્ણય
    અયોધ્યામાં રામ મંદિરના'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહની તારીખ ખૂબ જ નજીક આવી ચૂકી છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરનું ઉદ્ધાટન કરશે. આ દિવસે અયોધ્યામાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે. આ સમારોહના દિવસે કેટલાક રાજ્યોએ જાહેર રજાનું એલાન કરવામાં આવ્યું છે. તો કેન્દ્ર સરકારે પણ રજાને લઈને મોટો નિર્ણય લીધો છે. 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ગુરુવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ નિર્ણય જનભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
  • 01:39 PM • 18 Jan 2023
    જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં LOC પર લેન્ડમાઇન વિસ્ફોટમાં સેનાનો એક જવાન શહીદ
    જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં LoC પર લેન્ડમાઈન વિસ્ફોટમાં સેનાનો એક જવાન શહીદ થયો છે અને અન્ય એક ઘાયલ થયો છે. ઘાયલ જવાનને હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યો છે. આ દરમિયાન સેનાએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.સવારે 10:30 વાગ્યે બની હતી. આ ઘટના ફોરવર્ડ ડિફેન્સ લાઇન (FDL)થી લગભગ 300 મીટર દૂર 80મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ હેઠળની 17મી શીખ લાઇટ બટાલિયનની જવાબદારી (AOR)ના વિસ્તારમાં સવારે 10:30 વાગ્યે બની હતી.
  • 12:39 PM • 18 Jan 2023
    જસદણના મદાવા ગામે હિટ એન્ડ રન ઘટના
    રોડ પર ઉભેલી મહિલાને વાહન ચાલકે હડફેટે લીધી જસદણના મદાવા ગામની જયાબેન જતાપરાનું ઘટના સ્થળે મોત અકસ્માતના બનાવમાં અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી નાસી છૂટયો ભાડલા પોલીસને જાણ કરી અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી
  • ADVERTISEMENT

  • 12:03 PM • 18 Jan 2023
    સેક્ટર 6માંથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
    ગાંધીનગર SOG પોલીસે સેક્ટર 6માંથી હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ચાંદખેડા ખાતે રહેતા ચિરાગ પરીખ નામના શખ્સને SOG પોલીસે ઝડપી તેની પૂછપરછ હાથ ધરી છે. તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે કલોલના અજાણ્યા ઈસમ પાસેથી પિસ્તોલ ખરીદી હોવાનું સામે આવ્યું છે.
  • 12:03 PM • 18 Jan 2023
    22મી જાન્યુઆરીએ રજા જાહેર
    બોટાદમાં આવેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા કોર્ટન યાર્ડમાં 22મી જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં આવી છે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડના ચેરમેન દ્વારા ખેડૂતો તેમજ તમામ લોકોને દીપ પ્રાગટ્ય કરીને ઉજવણી કરવાની અપીલ કરવામાં આવી છે.
  • ADVERTISEMENT

  • 09:23 AM • 18 Jan 2023
    પાકિસ્તાને કર્યો ઈરાન પર હુમલો
    ઈરાન દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદથી પાકિસ્તાન બોખલાઈ ગયું છે. હવે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. આ હુમલાને લઈને ઈરાન કે પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
  • 11:55 AM • 18 Jan 2024
    કેનેડા જતાં વિદ્યાર્થીની ઘટી સંખ્યા
    ભારતથી કેનેડા ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો, 2023 દરમિયાન 86 ટકા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો, બંન્ને દેશ વચ્ચેના વિવાદને લઇ સ્ટડી પરમિટની સંખ્યા ઘટી
follow whatsapp

ADVERTISEMENT