लाइव

Gujarat News 17 February LIVE: જ્ઞાનપીઠ પુરસ્કારની જાહેરાત, ગીતકાર ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને મળશે સન્માન

ADVERTISEMENT

લેટેસ્ટ ગુજરાતી સમાચાર
17 February breaking news
social share
google news

Gujarat News 17 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 06:29 PM • 17 Feb 2024
    જ્ઞાનપીઠ પુરસ્કારની જાહેરાત, ગીતકાર ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને મળશે સન્માન

    જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પ્રખ્યાત ગીતકાર ગુલઝાર અને સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે. જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ શનિવારે જાહેરાત કરી હતી કે આ બંનેને 58મા જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

  • 03:05 PM • 17 Feb 2024
    વધુ એક ફટાકડાની ફેક્ટરીમાં 9 લોકોના જીવ હોમાયા 

    તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના વેમ્બાકોટ્ટાઈમાં આજે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં અહીં કામ કરતા 9 કામદારોના મોત થયા હતા, જ્યારે 6 અન્ય કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ફટાકડાની ફેક્ટરી મુથુસમીપુરમમાં આવેલી હતી. 
     

  • 01:10 PM • 17 Feb 2024
    રાજકોટ ટેસ્ટમાં સીરાજની કમાલ, ઈંગ્લેન્ડ 319 રનમાં ઓલઆઉટ, ભારત પાસે 126 રનની લીડ

    ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમ 319 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ભારતને 126 રનની લીડ મળી હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 84 રનમાં 4 વિકેટ લીધી 

  • 11:35 AM • 17 Feb 2024
    મૌલાના અઝહરીને સાબરમતી જેલમાં મોકલાશે

    અરવલ્લી: મૌલાના મુફ્તી અઝહરીના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. ત્યારે આજે મોડાસા પોલીસ આરોપી મૌલાના અઝહરીને સાબરમતી જેલમાં લઈ જશે.

  • ADVERTISEMENT

  • 09:52 AM • 17 Feb 2024
    મહેસાણામાં સ્વાઈનફ્લૂથી આધેડનું મોત

    મહેસાણામાં સ્વાઈન ફ્લૂમાં 52 વર્ષના વિસનગરના આધેડનું મોત થયું છે. વિસનગરના કાંસા વિસ્તારમાં રહેતા નંદલાલ મોદીનું સ્વાઈન ફ્લૂમાં મોત થયું. મહેસાણામાં સ્વાઈન ફ્લૂના 24 શંકાસ્પદ કેસો છે, જેમાં ચાર કેસ પોઝિટિવ, એક દર્દી દાખલ થયેલ છે.

  • 09:51 AM • 17 Feb 2024
    સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એરપોર્ટનો વિરોધ

    નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે એરપોર્ટની જાહેરાત કરાઈ હતી. ત્યારે તિલકવાળા તાલુકાના ફેરકુવા, રૂપપુરા, ભાદરવા અને સુરવા ગામના લોકોએ એરપોર્ટનો વિરોધ કર્યો છે. ચાર ગામના લોકોએ ભાદરવા ખાતે ગ્રામ સભા બોલાવીને એરપોર્ટ માટે જમીન નહીં આપવા માટે વિરોધ કર્યો છે. ચાર ગામના લોકો એ બાપદાદાની જમીન છે જે નહિ આપવા માટે ગ્રામ સભા બોલાવી હતી.

  • ADVERTISEMENT

  • 09:50 AM • 17 Feb 2024
    સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર અકસ્માત

    સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર ગંભીર અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે મોત. હાઇવે પર કોઠારીયા ગામના પાટિયા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વઢવાણ પોલીસે ઘટના સ્થળે પહોંચી બંન્ને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી તપાસ હાથ ધરી છે.
     

  • 09:49 AM • 17 Feb 2024
    ચારણ-ગઢવી સમાજને અપમાન કરવાનો મામલો

    ભાવનગર ગઢવી સમાજ દ્વારા અભદ્ર અને ગઢવી સમાજને હડધૂત ભાષા બોલનાર અને માતાજીની ટીકા કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધમાં ભાવનગર એલ.સી.બી માં ફરિયાદ અપાઈ.

follow whatsapp

ADVERTISEMENT