Gujarat News 18 April LIVE Updates: અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ AAPને કહ્યું અલવિદા, ગુજરાતમાં કાળઝાળ ગરમી
Gujarat News 18 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 18 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 03:36 PM • 18 Apr 2024સી.આર પાટીલ આવતીકાલે ભરશે ફોર્મ
Navsari CR Patil News: લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ માટે 19મી એપ્રિલે ઉમદવારી ફોર્મની છેલ્લી તારીખ છે. આજે નવસારીમાં સી.આર પાટીલ ભવ્ય રોડ શો અને શક્તિ પ્રદર્શન સાથે લોકસભાનું ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. જોકે આ દરમિયાન તેઓ ફોર્મ ભરવાનું વિજય મુહૂર્ત ચૂકી જતા ફરી તેઓ ફોર્મ ભર્યા વગર જ પાછા ફર્યા હતા. હવે આવતીકાલે 19મી તારીખે તેઓ ફોર્મ ભરવા માટે જશે.
- 03:02 PM • 18 Apr 2024અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાનું રાજીનામું
Surat News: આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, ધાર્મિક માલવિયા ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાંથી અને અલ્પેશ કથીરિયા વરાછા વિધાનસભા વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે, બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
- 12:23 PM • 18 Apr 2024ગુજરાતમાં કાળઝાળ ગરમી
ઉનાળાની ઋતુ શરૂ થઈ છે. રાજ્યમાં કાળઝાળ ગરમી પણ પડી રહી છે. આજે ગુજરાતના 5 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવી ગયો છે. જેમાં સૌથી વધારે તાપમાન અમરેલીમાં નોંધાયું છે. અમરેલીમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય કરતા 2.6 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 43.8, વડોદરામાં 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન, સુરેન્દ્રનગરમાં 43.4, અમદાવાદમાં 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
- 12:21 PM • 18 Apr 202421 રાજ્યની 102 બેઠક પર આવતીકાલે મતદાન
આવતીકાલથી લોકસભાની ચૂંટણી શરૂ થવા જઈ રહી છે. આવતીકાલે એટલે કે 18 અપ્રિલે લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનુ મતદાન થશે. 21 રાજ્યની 102 બેઠક પર આવતીકાલે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 102 બેઠક પર 1625 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે આ ચૂંટણીનું પરિણામ 4 જૂનના રોજ જાહેર થશે.
- 09:55 AM • 18 Apr 2024મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડશે
લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતની કેટલીક વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. જેમાં વડોદરા વાઘોડિયા બેઠક પર પણ ફરી જંગ થવા જઈ રહ્યો છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર અપક્ષ ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપ પક્ષ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે હવે આ બેઠક પર કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવાર મેદાને ઉતર્યો છે. ત્યારે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે. આ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ નિશ્ચિત છે.
- 09:49 AM • 18 Apr 2024સાણંદમાં અમિત શાહનો રોડ શો
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેના કારણે દેશભરમાં ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ગાંધીનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા છે. તેઓ આવતીકાલે એટલે કે 19 અપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. આ પહેલા આજે તેમના ભવ્ય રોડ શૉ યોજાવા જઈ રહ્યા છે. આજે અમિત શાહના સાણંદ, કલોલ અને અમદાવાદમાં રોડ શૉ યોજાવા જઈ રહ્યા છે. ત્યારે સાણંદ ખાતે અમિત શાહનો રોડ શૉ શરૂ થઈ ચૂક્યો છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અમિત શાહના રોડ-શૉમાં જોડાવા માટે ઊમટી પડ્યા છે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને પ્રદીપસિંહ વાઘેલા પણ રોડ-શૉમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT