Gujarat News LIVE Updates: શહેરાના ગોકળપુરા ગામે પૂર્વ સરપંચની હત્યા, મહેસાણામાં અનુભવાયા ભૂકંપના આંચકા
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 06:15 PM • 17 May 2024EDએ મોટું એક્શન લીધું
Delhi Liquor Policy Scam: દિલ્હીના કથિત દારુ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટું એક્શન લીધું છે. EDએ શુક્રવારે સપ્લીમેટ્રી ચાર્જશીટ દાખલ કરતા પહેલીવાર આમ આદમી પાર્ટી અને તેના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને આરોપી બનાવ્યા છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ રાજકીય પક્ષને પીએમએલ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. આ સિવાય કથિત કૌભાંડમાં પહેલીવાર દિલ્હીના મુખ્યમંત્રીને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. - 05:20 PM • 17 May 2024અમરેલી અને સાબરકાંઠામાં વરસાદ
મહત્વનું છે કે, ભરઉનાળે અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. આજે બપોર પછી ધારીના ગોપાલગ્રામ ગામે ધીમીધારે કમોસમી વરસાદ પડ્યો છે. તો સાવરકુંડલાનાના ગ્રામ વિસ્તારોમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત આજે સાબરકાંઠા જિલ્લામાં પણ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા, પોશિના ઈડરના ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.
- 04:17 PM • 17 May 2024JEE એડવાન્સ પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર
IIT Madras Released JEE Advanced Admit Card 2024: JEE એડવાન્સ પરીક્ષા માટે ફોર્મ ભરનાર ઉમેદવારો માટે સારા સમાચાર છે. IIT મદ્રાસે JEE એડવાન્સ પરીક્ષા 2024 માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. એડમિટ કાર્ડ આજે એટલે કે શુક્રવાર, મે 17, 2024ના રોજ બહાર પાડવામાં આવ્યા છે. જે ઉમેદવારોએ આ વર્ષની JEE એડવાન્સ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
- 02:10 PM • 17 May 2024ICCએ વોર્મ-અપ મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું
ICC T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. તેને લઈને પાકિસ્તાન સિવાય તમામ ટીમોએ તેમની સ્વોડ પણ જાહેર કરી દીધી છે. પાકિસ્તાન સિવાય 19 ટીમો તેમની સ્વોડ જાહેર કરી ચૂકી છે. વર્લ્ડ કપને લઈને ફેન્સમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કડીમાં ICCએ વોર્મ-અપ મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતીય ટીમને પણ એક વોર્મ અપ મેચ રમવાની છે. આ મેચ 1 જૂને બાંગ્લાદેશ સામે રમાવાની છે.
- 01:38 PM • 17 May 2024મહેસાણામાં ભૂકંપ
મહેસાણા આસપાસ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6ની નોંધાઈ છે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ મહેસાણાથી 18 કિલોમીટર દૂર નોંધાયું છે.
- 12:21 PM • 17 May 2024ગોકળપુરા ગામે પૂર્વ સરપંચની હત્યા
શહેરાના ગોકળપુરા ગામે પશુ ચરાવવા જેવી સામાન્ય બાબતે પૂર્વ સરપંચની ઘાતકી હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. ગોકળપુરાના પૂર્વ સરપંચ દિનેશભાઈ બારીયાની માથામાં લાકડીના ફટકા મારી હત્યા કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે. ખેતરમાં પશુઓ નહીં ચરાવવા બાબતે ઠપકો આપતા ગામ નજીકના જ યુવાનોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તો પૂર્વ સરપંચના પરિવારજનો સહિત 3 લોકો ઈજાગ્રસ્ત હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હાલ ગોકળપુરા ગામ માં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે.
- 12:17 PM • 17 May 2024VCE 150 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો
જામનગર: VCE લાંચ લેતા ACBની ઝપટે ચડ્યો, જામનગર ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં મોરકંડા ગામનો VCE રૂ.150ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. તેણે ખેડૂત પાસે દાખલો કાઢવા માટે લાંચ માંગી હતી. જે બાદ જામનગર ACBએ VCE નવીનચંદ્ર નકુમને રંગે હાથે ઝડપી પાડ્યો હતો.
- 09:49 AM • 17 May 2024મહારાષ્ટ્રમાં હોર્ડિંગ ધરાશાયી થયું
મુંબઈ બાદ મહારાષ્ટ્રમાંથી પણ હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હોર્ડિંગ ધરાશાયી થતાં અનેક વાહનોને નુકસાન થયું છે. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓનું કહેવું છે કે ક્રેનની મદદથી હોર્ડિંગ હટાવીને નીચે દટાયેલા વાહનોને બહાર કાઢવામાં આવશે. મહારાષ્ટ્રમાં એક અઠવાડિયામાં હોર્ડિંગ પડવાની આ બીજી ઘટના છે. આ પહેલા મુંબઈમાં હોર્ડિંગ્સ પડવાથી અનેક લોકોના મોત થયા હતા.
- 09:47 AM • 17 May 2024VIP દર્શન પર 31 મે સુધી પ્રતિબંધ
Char Dham Yatra 2024 : ગત 10 મેથી ચારધામ યાત્રા શરૂ થઈ ચૂકી છે. જેના અનેક વીડિયો સામે આવી રહ્યા છે. ગઈકાલે ઉત્તરાખંડ સરકારે ચારધામ મંદિરોની 50 મીટરની અંદર રીલ બનાવવા અથવા વિડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ આજે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ચારધામ યાત્રામાં ભક્તોની ભારે ભીડને જોતા VIP દર્શન પરનો પ્રતિબંધ 31 મે સુધી લંબાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT