लाइव

Gujarat News 17 April LIVE Updates: સાચવજો! ગુજરાતમાં કોરોનાથી 65 વર્ષીય વૃદ્ધાનું મોત, આરોગ્ય વિભાગ એલર્ટ

malay kotecha

ADVERTISEMENT

live news
લાઈવ ન્યૂઝ
social share
google news

Gujarat News 17 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

 • 11:49 AM • 17 Apr 2024
  ઈડરમાં ક્ષત્રિયોનો વિરોધ

  સાબરકાંઠાના ઈડરમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે. ઈડર ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવીને વિરોધ કર્યો. ક્ષત્રિય યુવાનોએ ભાજપના ઉમેદવાર સહિત ભાજપ હાય હાયના નારા સાથે વિરોદ કર્યો. 

 • 11:47 AM • 17 Apr 2024
  અયોધ્યામાં રામલલાનું સૂર્ય તિલક

  અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી આજે પ્રથમ રામનવમી છે. બુધવારે બપોરે 12 કલાકે અભિજીત મુહૂર્તમાં 3 મિનિટ માટે રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવશે. ભક્તો રાત્રે 11.30 વાગ્યા સુધી રામલલાના દર્શન કરી શકશે.

 • 09:59 AM • 17 Apr 2024
  પદ્મિનીબા વાળા AIIMS હોસ્પિટલમાં દાખલ

  પરસોત્તમ રૂપાલા વિવાદ (Parshottam Rupala dispute) મામલે પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો હતો. પદ્મિનીબા વાળાની (Padmini Ba Vala) તબિયત અચાનક બગડતાં તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં જ સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પારણા કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. અગ્રણીઓ અને સાધુ-સંતોની સમજાવટ બાદ પદ્મિનીબા વાળાએ 14 દિવસના ઉપવાસ બાદ પારણા કર્યા છે. હાલ  પદ્મિનીબા વાળાની તબિયત સારી હોવાની માહિતી પણ મળી છે.

 • 09:58 AM • 17 Apr 2024
  વડોદરામાં કોરોનાથી દર્દીનું મૃત્યુ

  ગુજરાતમાં ફરી કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. વાસ્તવમાં વડોદરામાં 65 વર્ષીય વૃદ્ધાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 65 વર્ષીય વૃદ્ધાને ઝાડા ઉલટી થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં તેઓના બધા રિપોર્ટ કરાયા હતા. જેમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓને SSG હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં વૃદ્ધાને વેન્ટિલેટર સપોર્ટમાં રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું અવસાન થયું છે. 

follow whatsapp

ADVERTISEMENT