लाइव

Gujarat News LIVE Updates: ચારધામ યાત્રામાં મોબાઇલને લઈને માર્ગદર્શિકા જાહેર

ADVERTISEMENT

16 May Breaking News
27 March Breaking News
social share
google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:56 PM • 16 May 2024
    પાલનપુરના વાતાવરણમાં આવ્યો પલટો

    પાલનપુરના વાતાવરણમાં આવ્યો પલટો..

    ધાણધાર પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ...

    જલોત્રા ધનપુરા સહીતના વિસ્તારોમાં કમોસમી વરસાદ...

    ભારે પવનને કારણે ધનપુરામાં શેડના પતરા ઉડ્યા

  • 05:39 PM • 16 May 2024
    અમરેલીમાં પવન સાથે ઘોઘમાર કમોસમી વરસાદ

    ખાંભા તેમજ ગીરના ગામ્ય વિસ્તારમાં પવન સાથે ઘોઘમાર કમોસમી વરસાદ ખાબકયો..
    ખાંભા શહેરમા મીની વાવાઝોડા સાથે વરસાદ ખાબકયો....
    પવન સાથે વરસાદને કારણે ઘુળની આંઘી જોવા મળી..
    પવન સાથે વરસાદ ને કારણે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ....
    ઉનાળુ બાજરી, તલ, ડુંગળી, મગ સહિત પાકને વ્યાપક નુકશાનની ભીતી

  • 03:22 PM • 16 May 2024
    સ્વામી સચ્ચિદાનંદ બાપુની લથડી તબિયત

    સ્વામી સચ્ચિદાનંદ બાપુની લથડી તબિયત

    સ્વામી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડતા ભક્તો પહોંચ્યા સુઈગામ ખાતે 

    પદ્મવિભૂષણ સ્વામી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડતાં ભક્તો પહોંચ્યા સુઇગામ ખાતે 

    સ્વામી સ્વામી સચ્ચિદાનંદ બાપુએ બે દિવસ પહેલાં જ પોતાની સમાધિ નું સ્થળ કર્યું હતું નક્કી

     પોતાની સમાધિ માટે નડાબેટ ખાતે જગ્યા સ્વામી સચ્ચિદાનંદ બાપુએ જાતે સ્થળ નક્કી કર્યું હતું.

    સ્વામી સચ્ચિદાનંદ બાપુ એ બનાસકાંઠા ના છેવાડા ના વિસ્તારમાં અનેક સેવા કાર્ય કર્યા છે

  • 02:55 PM • 16 May 2024
    ચારધામ યાત્રામાં મોબાઇલને લઈને માર્ગદર્શિકા જાહેર

    ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રાતુરીએ ચારધામ યાત્રાને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મંદિરના 200 મીટરના વિસ્તારમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મુકાયો છે. નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

  • ADVERTISEMENT

  • 02:27 PM • 16 May 2024
    મહુડી જૈન મંદિરમાં ટ્રસ્ટીઓએ દાનમાં મળેલું 130 કિલો સોનું અને 14 કરોડ ગાયબ

    ગાંધીનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવીર જિનાલયના ટ્રસ્ટી પર કૌભાંડ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીઓ પૈકી મહેતા પરિવારના ટ્રસ્ટીઓએ વોરા પરિવારના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા પર ગંભીર આરોપ કર્યો છે. આરોપ છે કે દાનમાં મળેલા 14 કરોડ રૂપિયાની રોકડ અને 130 કિલો સોનાની ઉચાપત કરી દેવામાં આવી છે. ઉપરાંત નોટબંધી સમયે 20 ટકા કમિશન લઈને આર્થિક નાણાકીય ઉચાપત કરી હોવાનો આરોપ લગાવાયો છે.

  • ADVERTISEMENT

  • 01:20 PM • 16 May 2024
    આજે ભાવનગરનો હીરા ઉદ્યોગ રહેશે સજ્જડ બંધ રહ્યું

    આજે ભાવનગરનો હીરા ઉદ્યોગ રહેશે સજ્જડ બંધ રહ્યું

    ભાવનગરમાં આવેલ માધવરત્ન કોમ્પલેક્ષમાં ચાલતા હીરા ઉદ્યોગ ની ઓફિસોને મહાનગરપાલિકાએ ફાયર સેફટી લઈ કરી હતી કાર્યવાહી

    કાર્યવાહી દરમિયાન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા જેમાં ચાર લોકો પર મહાનગરપાલિકાએ ફરિયાદ દાખલ કરી

    તેમજ ઓફિસો ખુલ્લી રાખવા મહાનગરપાલિકાનાં કર્મચારીઓએ લાંચ માંગી હોવાનો કર્યો હતો આક્ષેપ 

    જેને લઈ ગઈકાલે મોટી સંખ્યામાં હીરાનાં ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો એ આપ્યું હતું જિલ્લા કલેક્ટર અને કમિશ્નરને આવેદનપત્ર

  • 11:34 AM • 16 May 2024
    વાવાઝોડા સાથે ના વરસાદે બાબરા પંથકમાં સર્જી ભયંકર તારાજી

    ગઈકાલે પડેલા વાવાઝોડા સાથે ના વરસાદે બાબરા પંથકમાં સર્જી ભયંકર તારાજી
     બાબરા પંથકમાં 100 આસપાસના વીજપોલ, વૃક્ષો ધરાશાહી થયા
    પાણી પુરવઠા કચેરીની દીવાલ ધરાશાહી
    વૃક્ષો ધરાશાહી થતા વાહનો ને વ્યાપક નુકશાની
    જીનીંગ મિલમાં કપાસ કરોડો રૂપિયાનું નુકશાન
    જીનીંગ મિલમાં રાખેલા કપાસના ઢગલાઓ વરસાદી પાણીમાં પલળી ગયા
    જીનીંગ મિલમાં પ્રોસેસ કરેલા કપાસની 200 ગાંસડીઓ વરસાદી પાણીમાં નષ્ટ થઈ
    ગોડાઉનમાં સાચવેલા કપાસીયા વરસાદી પાણીમાં નષ્ટ થયા
    કપાસના 40 ટ્રક વરસાદી પાણીમાં નષ્ટ થઈ
    બાબરા જી.આઇ.ડી.સી.ના પતરાના શેડ ઊડી ગયા

  • 10:49 AM • 16 May 2024
    દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ હોવાની અફવાથી દોડધામ

    દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ હોવાની અફવાથી લોકોમાં હડકંપ મચી ગયો હતો. એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819 માં બૉમ્બ હોવાની અફવા ફેલાઇ હતી. આ અફવા ફેલાતા NSG કમાન્ડો, CISF, તેમજ સ્થાનીક પોલીસ બૉમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતુ.

  • 09:53 AM • 16 May 2024
    નર્મદા પોઇચા ઘટનામાં વધુ એક મૃતદેહ મળ્યો

    પોઇચા ખાતે 7 લોકો ડૂબી ગયા હતા જેમાં વધુ એક મૃતદેહ મળી આવ્યો છે

    સર્ચ કરી રહેલ ટીમો ને વધુ એક સફળતા મળી 

    નંદેરીયા ગામ નજીક નદીમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો

    7 ડૂબ્યા હતા જેમાં થી આજે એક મૃતદેહ મળ્યો જેની સાથે 4 મૃતદેહ અત્યારસુધી મળી ચુક્યા છે હજુ 3 મૃતદેહ ની શોધખોળ કરવામાં આવી રહી છે

  • 09:46 AM • 16 May 2024
    દેશમાં ચોમાસું વહેલું બેસી જશે

    હવામાન વિભાગે ચોમાસાના લઈને પૂર્વાનુમાન કર્યું છે. જેને લઈ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગરમીમાંથી રાહત મળશે અને દેશમાં ચોમાસું વહેલું બેસી જશે. માત્ર 14 દિવસમાં ચોમાસું કેરળ પહોંચી જશે. 31મેએ કેરળમાં ચોમાસું પહોંચવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે.
     

follow whatsapp

ADVERTISEMENT