लाइव

Gujarat News 15 March LIVE: ચૂંટણી પ્રચાર માટે અરવિંદ કેજરીવાલ-ભગવંત માન વડોદરા પહોંચ્યા

ADVERTISEMENT

15 March Breaking News
15 March Breaking News
social share
google news

Gujarat News 15 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 02:08 PM • 15 Mar 2024
    ચૂંટણી પ્રચાર માટે કેજરીવાલ-ભગવંત માન વડોદરા પહોંચ્યા

    વડોદરા: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેઓ વડોદરાથી લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરશે. AAPના ઉમેદવારો ગુજરાતમાં બે બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. એરપોર્ટ પર કેજલીવારે કહ્યું કે, ભાજપ ભાગલાની રાજનીતિ કરી રહી છે, હવે તેમાં પ્રામાણિકતા નથી. ભાજપ જીતી ગયો પણ તેણે કંઈ કર્યું નથી, અમને એક તક આપો અને જુઓ.
     

  • 11:12 AM • 15 Mar 2024
    બોટાદમાં પીકઅપ વાન પલટી જતા 2નાં મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

    બોટાદના કુંભારા ગામ નજીક મોડી રાત્રીના પીકઅપ વાન પલ્ટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઘટનામાં એક બાળકી અને એક યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે 20 થી 25 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા સેવાભાવી લોકો સ્થળ પર દોડી આવ્યા અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.

  • 09:39 AM • 15 Mar 2024
    જાફરાબાદમાં ઈનફાઈટમાં 3 સિંહબાળના મોત

    અમરેલી: જાફરાબાદ માઈન્સ વિસ્તારમાં 3 સિંહબાળના મોત થયા. જાફરાબાદના બાબર કોટ માઈન્સ વિસ્તારમાં ઈનફાઈટમાં માતા સિંહણ સાથે રહેતા સિંહબાળોને 2 સિંહોએ મોતને ઘાટ ઉતાર્યા. વનવિભાગે 3 સિંહબાળના મૃતદેહનો કબ્જો લઈને પી.એમ.અર્થે ખસેડાયા છે.

  • 09:37 AM • 15 Mar 2024
    PM મોદી આજે હૈદરાબાદમાં કરશે રોડ શો

    PM નરેન્દ્ર મોદી આજે મિશન સાઉથના ભાગરૂપે હૈદરાબાદના મલ્કાજીગીરીમાં રોડ શો કરશે. 

  • ADVERTISEMENT

  • 09:36 AM • 15 Mar 2024
    આજથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો

    કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં કરવામાં આવેલો ઘટાડો આજથી લાગુ થયો. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂ.2નો ઘટાડો થયો. 

follow whatsapp

ADVERTISEMENT