लाइव

Gujarat News LIVE Updates: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસનો રસ્તા પર ઉતરીને ભારે વિરોધ

ADVERTISEMENT

15 June Live News
15 June Live News
social share
google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:09 PM • 15 Jun 2024
    અમરેલીમાં મુશળધાર વરસાદ

    અમરેલીના ગ્રામીણ વિસ્તારોમાં મેઘો મુશળધાર. અમરેલીના મોટા ગોખરવલા, દેવભૂમિ દેવળીયા, લાપાળીયા, ચાંદગઢ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોટા ગોખરવલા ગામ ધોધમાર વરસાદથી થયું પાણી પાણી, વરસાદના કારણે શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. 

  • 12:23 PM • 15 Jun 2024
    જૂનાગઢમાં દલિત યુવકને માર મારવાના મામલામાં પોલીસ પર આરોપ

    જૂનાગઢ: સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવાના મામલે પકડાયેલા 3 આરોપી ડમી હોવાનો દાવો. અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકી દ્વારા દિપક રૂપારેલીયા, ધર્મેન્દ્રસિંહ અને અજાણ્યા ઈસમને બદલે ડમી આરોપી રજૂ કરાયા હોવાનો દાવો કરાયો. મુખ્ય આરોપીઓમાં ત્રણ આરોપીઓને હજુ ન પકડીને પોલીસ બચાવ કરી રહી હોવાનો રાજુ સોલંકીનો આક્ષેપ છે.

  • 12:20 PM • 15 Jun 2024
    રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસનો ભારે વિરોધ

    Rajkot અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા તથા કોંગ્રેસ નેતાઓ દ્વારા બહુમાળી ભવન ચોકમાં દેખાવ કરવામાં આવ્યા હતા અને રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. 

  • 10:06 AM • 15 Jun 2024
    જેટકોના ટાવર નાખવાની કામગીરી પર ખેડૂતોનો વિરોધ

    બનાસકાંઠા: ડીસાના ડાવસ ગામમાં જેટકોના ટાવર નાખવાને લઈને ખેડૂતનો ઉગ્ર વિરોધ. ખેતર માલિક જંતુ નાશક દવા લઇ ખેતરમાં પહોંચ્યા અને કામ અટકાવવામાં નહીં આવે તો આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતનો વિરોધ છે કે વળતર આપ્યા વગર ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે.

  • ADVERTISEMENT

  • 10:04 AM • 15 Jun 2024
    ભારત અને કેનેડા વચ્ચે આજે મેચ

    ભારત અને કેનેડા વચ્ચે આજે ફ્લોરિડામાં ટી-20 વર્લ્ડકપની મેચ રમાવાની છે. ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે આ મેચ શરૂ થશે. જોકે ફ્લોરિડામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ છે. ગઈકાલે અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચે મેચ ધોવાઈ ગઈ હતી. આજની મેચમાં પણ વરસાદની સંભાવના છે.

  • 10:02 AM • 15 Jun 2024
    અમરેલીમાં બોરમાં પડેલી આરોહીનું મોત

    અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી આરોહી જીંદગી સામે જંગ હારી ગઈ. NDRF અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને 17 કલાકે બોરમાંથી બહાર કાઢવામાં મળી સફળતા મળી. જોકે હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહિની તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી હતી

follow whatsapp

ADVERTISEMENT