लाइव

Gujarat News LIVE Updates: PM મોદી ત્રીજીવાર કાશીથી ઉમેદવારી નોંધાવી, શાહ-યોગી હાજર રહ્યા

Yogesh Gajjar

ADVERTISEMENT

14 May Live News
14 May Live News
social share
google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 02:10 PM • 14 May 2024
    8 પ્રવાસીઓ પોઈચામાં નદીમાં ડૂબ્યાં

    નર્મદાના પોઈચામાં એક મોટી દુર્ધટના સર્જાય છે. મૂળ અમરેલીના હાલ સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઈચામાં નદીમાં ડૂબ્યાં હોવાની માહિતી મળી રહી છે. 3 નાના બાળકો સહિત કુલ 8 લોકો નદીમાં ડૂબ્યા હોવાની જાણકારી છે. જેમાં સ્થાનિક યુવકોએ એક યુવકને ડૂબતા બચાવ્યો હતો. 7 લોકોની શોધખોળ ચાલુ છે. રાજપીપળા નગર પાલિકાનાં ફાયર ફાઈટરે શોધખોળ હાથ ધરી છે.

  • 12:11 PM • 14 May 2024
    PM મોદીએ કાશીમાંથી ત્રીજી વખત ઉમેદવારી ફોર્મ ભર્યું

    PM મોદીએ કાશીમાંથી ત્રીજી વખત ઉમેદવારી ફોર્મ ભર્યું. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને UP CM યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.

     

  • 11:48 AM • 14 May 2024
    PM Modi News Live: PM મોદી કાલ ભૈરવના દર્શન કરીને ઉમેદવારી નોંધાવવા રવાના થયા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં કાલ ભૈરવના દર્શન કર્યા છે. આ પછી તેઓ ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટર કચેરી જવા રવાના થયા છે. તેઓ ટૂંક સમયમાં ઉમેદવારી પત્ર ભરશે.

     

  • 11:07 AM • 14 May 2024
    PM મોદીની ઉમેદવારી પહેલા આ નેતાઓ વારાણસી પહોંચ્યા

    અમિત શાહ, રાજનાથ સિંહ, ચિરાગ પાસવાન, રામદાસ આઠવલે, જયંત ચૌધરી, ઓમ પ્રકાશ રાજભર, સંજય નિષાદ, અનુપ્રિયા પટેલ, પ્રફુલ પટેલ, ચંદ્રબાબુ નાયડુ, એકનાથ શિંદે, હરદીપ પુરી, પવન કલ્યાણ.

  • ADVERTISEMENT

  • 09:48 AM • 14 May 2024
    પંચમહાલમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ

    પંચમહાલ જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. મોરવા હડફના ખટવા ગામમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કરા પડવાને લઈ ધરતી માતાએ જાણે સફેદ ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાત્રી દરમ્યાન ભારે વાવાઝોડા-વીજળીના કડાકા સાથે જિલ્લામાં વરસાદ થયો હતો. વરસાદને લઈ સમગ્ર જિલ્લામાં ઠંડકનું વાતાવરણ પ્રસર્યું હતું.

  • 09:47 AM • 14 May 2024
    મુંબઈ હોર્ડિંગ ધરાશાયી ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 થયો

    મુંબઈના ઘાટકોપરમાં 120 ફૂટ ઊંચું હોર્ડિંગ ધરાશાયી થવાને કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. 

     

  • ADVERTISEMENT

  • 09:45 AM • 14 May 2024
    PM મોદીનો આજનો કાર્યક્રમ

    1. પીએમ મોદી ક્રુઝથી સવારે 10 વાગ્યે નમો ઘાટ પહોંચશે અને રોડ માર્ગે કાલ ભૈરવ મંદિર જશે.

    2. સવારે 10:15 વાગ્યે કાલ ભૈરવ મંદિર પહોંચ્યા પછી, PM મોદી સવારે 10:30 સુધી પૂજા કરશે.

    3. PM મોદી સવારે 10:30 વાગ્યે કાલ ભૈરવ મંદિરથી નીકળશે અને 11:45 વાગ્યે વારાણસી કલેક્ટર કચેરી પહોંચશે.

    4. PM મોદી બપોરે 11:45 થી 12 વાગ્યાની વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરશે.

    5. પીએમ મોદી વારાણસી કલેક્ટર ઓફિસથી નીકળશે અને 12:15 વાગ્યે રોડ માર્ગે રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર પહોંચશે.

    6. બપોરે 12:15 થી 1 વાગ્યાની વચ્ચે પીએમ મોદી રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે.

    7. બપોરે 1 વાગ્યે રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરથી નીકળીને PM મોદી લગભગ 1:30 વાગ્યે રોડ માર્ગે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે.

    8. બપોરે લગભગ પોણા બે વાગે પીએમ મોદી વારાણસીથી ઝારખંડ માટે રવાના થશે.

  • 09:41 AM • 14 May 2024
    PM મોદી આજે વારાણસીથી ઉમેદવારી નોંધાવશે

    PM મોદી આજે વારાણસીમાં ઉમેદવારી નોંધાવશે. તેઓ સવારે 11.45થી 12 વાગ્યાની વચ્ચે ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી નોંધાવતા પહેલા PM મોદીએ વારાણસીમાં ગંગા પૂજન કરીને દર્શન કર્યા હતા. 

follow whatsapp

ADVERTISEMENT