लाइव
Gujarat News 13 January LIVE: દિગ્ગજ ક્લાસિકલ સિંગર પ્રભા અત્રેનું નિધન, મધ્ય પ્રદેશના CM મોહન યાદવની સુરક્ષામાં મોટી ચૂક
Gujarat News 13 January LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 01:58 PM • 13 Jan 2023CM મોહન યાદવની સુરક્ષામાં મોટી ચૂકMP News: શહડોલમાં મુખ્યમંત્રી મોહન યાદવની સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાનું સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ગેટ પરથી સીએમ મોહન યાદવ પ્રવેશવાના હતા, તે ગેટ પર એક નશામાં ધૂત યુવક પોલીસની વર્દી પહેરીને ઊભો હતો. એટલું જ નહીં યુવકે ત્યાં હાજર યુવતીઓ સાથે ગેરવર્તન પણ કર્યું હતું.
- 12:26 PM • 13 Jan 2023પ્રભા અત્રેનું નિધનપ્રખ્યાત ક્લાસિકલ સિંગર પ્રભા અત્રેનું આજે શનિવારે એટલે કે 13 જાન્યુઆરીએ નિધન થયું છે. પ્રભા અત્રેને હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા.
- 10:40 AM • 13 Jan 2023સુરતમાં બેફામ સિટી બસનો આતંકસુરતમાં બેફામ સિટી બસનો આતંક યથાવત છે. અહીં બમરોલીમાં સિટી બસ ચાલકે પિતા-પુત્રને અડફેટે લેતા પુત્રનું મોત થયું છે. સિટી બસે બાઇકને ટક્કરે મારતા બાઇકમાં સવાર બાળકનું મોત થયુ છે. ઘટના વહેલી સવારે 6.30 વાગ્યે બની હતી. પુત્રને બાઈક પર શાળાએ છોડવા જતા સમયે અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
- 09:21 AM • 13 Jan 2023મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીનું તેડુંલીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વધુ એક સમન્સ મોકલ્યું છે. ED દ્વારા અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ પાઠવવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રીને 18 જાન્યુઆરીએ ED ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. હવે જોવાનું રહેશે કે AAPના રાષ્ટ્રીય સંયોજક ચોથી વખત ED સમક્ષ હાજર થશે કે નહીં.
- 09:21 AM • 13 Jan 2023\\\\\\\'INDIA\\\\\\\' ગઠબંધનની આજે મહત્વની બેઠકભારત જોડો ન્યાય યાત્રાના એક દિવસ પહેલા કોંગ્રેસે ઈન્ડિયા એલાયન્સમાં સામેલ પક્ષોની બેઠક બોલાવી છે. શનિવારે યોજાનારી વિપક્ષી પાર્ટીઓની વર્ચ્યુઅલ બેઠકમાં ઘટક પક્ષો વચ્ચે સીટોની વહેંચણી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મહાગઠબંધનના સંયોજક બનાવવા અંગે ચર્ચા થઈ શકે છે.
- 07:01 AM • 13 Jan 2023રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે રાષ્ટ્રપતિને આમંત્રણRam Mandir Inauguration: જાન્યુઆરી 2024નો મહિનો ઐતિહાસિક પૃષ્ઠોમાં નોંધાયેલો છે કારણ કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દેશના મહાનુભાવો અને રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
- 06:55 AM • 13 Jan 2024INDIA ગઠબંધનમાં સીટોની વહેંચણી પર મંથનINDIA ગઠબંધનમાં સીટોની વહેંચણી પર મંથન ચાલી રહ્યું છે. આ દરમિયાન શુક્રવારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મહત્વની બેઠક યોજી હતી. બેઠકમાં દિલ્હીને લઈને AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નિશ્ચિત માનવામાં આવે છે. દિલ્હીમાં એક પાર્ટી 4 સીટો પર જ્યારે બીજી પાર્ટી 3 સીટો પર ચૂંટણી લડશે. દિલ્હીમાં લોકસભાની કુલ 7 બેઠકો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT