Gujarat News LIVE Updates: ચંદ્રબાબુ નાયડુએ આંધ્ર પ્રદેશના CM પદના શપથ લીધા
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 11:54 AM • 12 Jun 2024ચંદ્રબાબુ નાયડુ બન્યા આંધ્ર પ્રદેશના નવા CM
ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાન સાથે ચિરંજીવી અને રજનીકાંત પણ તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ ઉપરાંત પવન કલ્યાણ અને નાયડુના પુત્ર નારા લોકેશે પણ શપથ લીધા છે.
- 09:49 AM • 12 Jun 2024UPમાં રેલી ભરેલી ટ્રક પલટી જતા 8નાં મોત
UPના મલ્લાવાન-ઉન્નાવ રોડ પર રેતી ભરેલી ટ્રક પલટી જતા એક જ પરિવારના 8 લોકોના મોત નિપજ્યા છે. રેતી ભરેલી ટ્રક રોડની સાઈડમાં આવેલી ઝૂંપડપટ્ટી પર પલટી હતી. દુર્ઘટના બાદ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે.
- 09:48 AM • 12 Jun 2024ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળશે
આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ આ પ્રથમ કેબિનેટ બેઠક હશે. બેઠકમાં પ્રી-મોન્સૂન કામગીરી, શાળા પ્રવેશ ઉત્સવ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
- 09:47 AM • 12 Jun 2024T20 વર્લ્ડકપમાં આજે ભારત-USAની મેચ
ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત અને USA વિરુદ્ધ ટી-20 વર્લ્ડકપની મેચ રમાશે. ભારતીય સમય મુજબ આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
ADVERTISEMENT