लाइव

Gujarat News LIVE Updates: ગુજરાતમાં પેટા-ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોની આવતીકાલે શપથવિધિ

ADVERTISEMENT

10 June Live News
10 June Live News
social share
google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:16 PM • 10 Jun 2024
    પેટા-ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોની શપથવિધિ

    ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતેલા પાંચેય નવા ધારાસભ્યોની આવતીકાલે શપથવિધિ યોજાશે. 

    આ નેતાઓ લેશે ધારાસભ્ય પદના શપથ

    • વિજાપુર - સી જે ચાવડા
    • પોરબંદર - અર્જુન મોઢવાડિયા
    • ખંભાત - ચિરાગ પટેલ
    • માણાવદર - અરવિંદ લાડાણી
    • વાઘોડીયા - ધર્મેન્દ્રસિંહ
  • 11:56 AM • 10 Jun 2024
    ભરૂચમાં ભાજપના કાર્યાલયમાં આગ લાગી

    ભરૂચમાં જિલ્લા ભાજપ કાર્યાલયમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કસક સર્કલ પાસે આવેલા ભાજપના કાર્યાલયમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

  • 09:54 AM • 10 Jun 2024
    અમરેલીના બાબરામાં 2-3 ઈંચ વરસાદ, બોલેરો કાર તણાઈ

    અમરેલીના બાબરા પંથકમાં બે કલાકમાં બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે બાબરાના ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ત્રંબોડા ગામના સુખનાથ મંદિર પાસે નદીમાં બોલેરો ગાડી તણાઈ ગઈ હતી. સ્થાનિકો લોકોએ વહીવટી તંત્રને જાણ કરતા પોલીસ અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોચી હતી. ઘટનાના કલાકો બાદ બોલેરોકારનો ડ્રાઈવર અમરારામ જાટનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ ઓપરેશન વખતે કાંટાળી ઝાડીમાંથી ડ્રાઈવરનો મૃતદેહ મળ્યો હતો. 

  • 09:49 AM • 10 Jun 2024
    ભારે વરસાદથી મુંબઈ પાણી-પાણી, આજે પણ આગાહી

    મુંબઈમાં મોડી રાત્રે અનેક ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થયા હતા. હવામાન વિભાગે આજે પણ મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે.

  • ADVERTISEMENT

  • 09:48 AM • 10 Jun 2024
    લો-સ્કોરિંગ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

    ન્યૂયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં ભારતનો 6 રને વિજય થયો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 119 રન બનાવ્યા હતા, જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ 113 રન જ બનાવી શકી હતી.

follow whatsapp

ADVERTISEMENT