लाइव

Gujarat News 10 January LIVE: રામમંદિર આમંત્રણ પર રાજકારણ? કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની સ્પષ્ટતા આવી સામે

ADVERTISEMENT

gujarat-latest-live-news-and-breaking-news-12-january-2024-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
gujarat-latest-live-news-and-breaking-news-12-january-2024-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 08:35 PM • 10 Jan 2023
    શક્તિસિંહ ગોહિલનું રામમંદિર આમંત્રણને લઈ નિવેદન
    કોંગ્રેસ દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું હતું કે, તે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. જેને લઈ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પક્ષના નિવેદનને જોયા કે સમજ્યા વગર અને કેટલાક જાણી જોઈને રામ મંદિરના આમંત્રણ અંગે જૂઠાણું ચલાવે છે . દેશના કરોડો લોકોની ભગવાન શ્રી રામની આસ્થાની સાથે કોંગ્રેસ પક્ષ છે. રામ મંદિરને રાજકીય મુદ્દો બનાવી જે મંદિરનું કામ હજુ પૂર્ણ થયું નથી તેનું માત્ર ચૂંટણી આવતી હોય પ્રતિષ્ઠા ખોટા સમયે થઈ રહી છે . મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નાથી ત્યારે કોઇ રાજકીય ફાયદા માટે બીજેપી કાર્યક્રમ આપે છે તેનો હિસ્સો ના થઈ શકાય. અમે યોગ્ય સમયે દર્શન કરીશું.
  • 07:36 PM • 10 Jan 2023
    PM મોદી વિદેશ મહેમાનો સાથે અમદાવાદ ફ્લાવર શૉની લેશે મુલાકાત
    દિલ્હી જતાં પહેલા PM મોદી અમદવાદમાં રિવર ફ્રન્ટ ખાતે ફ્લાવર શોની મુલાકાત લઈ શકે છે. અમદાવાદ મહાનગર પાલિકાએ ત્યાં આવેલાં લોકોને ફ્લાવર શોમાંથી બહાર જવાની અપીલ કરી છે. VVIPનાં વીઝીટને ધ્યાનમાં લેતાં તમામ લોકોને ફ્લાવર શો માંથી બહાર નીકળવાની મનપાએ અપીલ કરી છે. ફ્લાવર શો બે કલાક માટે બંધ કરવામાં આવ્યો છે.
  • 06:07 PM • 10 Jan 2023
    ગાંધીનગરના ગિફ્ટસિટીમાં યોજાશે ફિલ્મફેર એવોર્ડ
    ગુજરાતમાં આગામી 28 જાન્યુઆરીના રોજ ગિફ્ટસિટી ખાતે યોજાશે ફિલ્મફેર એવોર્ડ 2024 ફંકશન યોજાશે. બોલીવુડના ખ્યાતનામ કલાકારોનો ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે જમાવડો થશે.
  • 05:52 PM • 10 Jan 2023
    EC રેકોર્ડમાં શિંદે જૂથ વાસ્તવિક પક્ષ છે : સ્પીકર
    આજે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયકાતના કેસમાં ચુકાદો સંભળાવ્યો. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર આ 1200 પેજના નિર્ણયના મહત્વના મુદ્દાઓ વાંચી સંભળાવ્યા. મહારાષ્ટ્ર વિધાનસભામાં અયોગ્યતાના કેસમાં સ્પીકર રાહુલ નાર્વેકર ચુકાદો આપી રહ્યા છે. તેમણે કહ્યું કે 1999ના બંધારણને ધ્યાનમાં રાખવું પડશે કારણ કે 2018નું બંધારણ ECI સમક્ષ અસ્તિત્વમાં ન હતું. સ્પીકરે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા વિવિધ સોગંદનામાને ધ્યાનમાં લીધા છે અને પક્ષકારોની દલીલો પર આધાર રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ECI સમક્ષ બંધારણ પર વિચાર કરવો પડશે અને તેથી આ માંગ કરવામાં આવી છે. EC રેકોર્ડમાં શિંદે જૂથ વાસ્તવિક પક્ષ છે. મેં ECના નિર્ણયને ધ્યાનમાં રાખ્યો.
  • ADVERTISEMENT

  • 04:20 PM • 10 Jan 2023
    સોનિયા અને ખડગે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં નહીં જાય, આમંત્રણનો કર્યો અસ્વીકાર
    કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાના આમંત્રણનો અવિકાર કરી દીધો છે. પાર્ટી દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટેના આમંત્રણને સન્માનપૂર્વક નકારી કાઢવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોઈ કોંગ્રેસી નેતા અયોધ્યા જશે નહીં.
  • 10:08 AM • 10 Jan 2023
    અમરેલીના ધારી ગીરના વિસ્તારોમાં માવઠું
    હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લાના વાતાવરણ મા પલટો આવ્યો છે. બુધવારે ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ધારી ગીરના ગીગાસણ, મીઠાપુર દલખાણીયા, કોટડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું. તો બીજી તરફ દાહોદ, પંચમહાલમાં પણ વરસાદ પડ્યો હતો.
  • ADVERTISEMENT

  • 07:33 AM • 10 Jan 2023
    PM મોદી આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ધાટન કરશે
    PM નરેન્દ્ર મોદીના 3 દિવસના ગુજરાત પ્રવાસેે છે. આજે ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે તેમના કેટલાક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે. જે નીચે મુજબ હશે... -બુધવારે સવારે 9 મહાત્મા મંદિરમાં ફોટો સેશન થશે -સવારે 9:30 વાગ્યે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્દઘાટન થશે -બપોરે 12:30 વાગ્યે UAEની સાથે કરારોની આપ-લે કરશે -બપોરે 1:50 વાગ્યે ચેક ગણરાજ્યના PMની સાથે દ્વિપક્ષીય વાર્તા થશે -2:30 વાગ્યે ગ્લોબલ CEOની સાથે બેઠક થશે -સાંજે 5 વાગ્યે GIFT સિટીમાં ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં ભાગ લેશે PM મોદી -રાત્રે 8 વાગ્યે અમદાવાદથી દિલ્લી માટે રવાના થશે PM મોદી
  • 02:00 PM • 10 Jan 2024
    શિંદે જૂથના ધારાસભ્યોની અયોગ્યતા પર આજે સ્પીકર આપશે નિર્ણય
    મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ મોટો છે. શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સંબંધિત મામલામાં વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર પોતાનો નિર્ણય આપશે. સ્પીકરનો આ નિર્ણય બુધવારે સાંજે 4 વાગ્યે આવી શકે છે. જૂન 2022 માં શિવસેનામાં વિભાજન થયા પછી, ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે બંને જૂથો દ્વારા 34 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓને છ ભાગમાં વહેંચવામાં આવી હતી. તેમાંથી ચાર શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને બે શિંદે જૂથના છે.
follow whatsapp

ADVERTISEMENT