Gujarat News LIVE Updates: સાતમાં તબક્કામાં 1 વાગ્યા સુધીમાં 40.09 ટકા વોટિંગ, હિમાચલ-બંગાળમાં સૌથી વધુ
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 02:19 PM • 01 Jun 2024ભાનુબેન બાબરિયા રડી પડ્યા
રાજકોટ અગ્નિંકાડ મામલે હજુ સુધી રાજનેતાઓ ખુલ્લીને બોલવાનું ટાળી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને આ મામલે સવાલો પૂછવામા આવતા તેઓ મીડિયા સમક્ષ જ રડી પડ્યા હતા. તેઓ જણાવ્યું હતું કે, આ ઘટનામાં મારું નામ ખુલશે તો હું જાહેર જીવન જ છોડી દઈશ.
- 02:14 PM • 01 Jun 2024લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધી 40.09% મતદાન
લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કામાં 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 1 વાગ્યા સુધી 40.09% મતદાન નોંધાયું છે. બિહારમાં 35.65%, હિમાચલ પ્રદેશમાં 48.63%, ઝારખંડમાં 46.80%, ઓડિશામાં 37.64%, પંજાબમાં 37.80%, ઉત્તર પ્રદેશમાં 39.31%, પશ્ચિમ બંગાળમાં 45.07%, ચંદીગઢમાં 40.14% મતદાન નોંધાયું હતું.
- 10:01 AM • 01 Jun 2024સાતમા તબક્કામાં 9 વાગ્યા સુધીમાં 11.31 ટકા સરેરાશ મતદાન
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા દરમિયાન 49 બેઠકો પર સવારે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 11.31 ટકા મતદાન થયું છે. જેમાં હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ 14.35 ટકા મતદાન રહ્યું. જ્યારે ઓરિસ્સામાં સૌથી ઓછું 7.69 ટકા મતદાન થયું છે.
- 09:47 AM • 01 Jun 2024TMC સમર્થકો પર જાદવપુરમાં બોમ્બ વિસ્ફોટનો આરોપ, સુરક્ષા દળોએ લાઠીચાર્જ કર્યો
TMC પર પશ્ચિમ બંગાળના જાદવપુર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા ભાંગરના સતુલિયા વિસ્તારમાં ISF અને CPIM કાર્યકર્તાઓ અને સમર્થકો પર હુમલો કરવાનો આરોપ છે. TMC સમર્થકો પર બોમ્બ હુમલાનો આરોપ છે. આ ઘટનામાં ISF કર્મી અને સમર્થક ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વધારાના સુરક્ષા દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. બૂથની સામે એકઠી થયેલી ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો.
- 09:46 AM • 01 Jun 2024હિમાચલ પ્રદેશની 4 બેઠકો 400ને પાર કરવામાં યોગદાન આપશેઃ કંગના રનૌત
હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારમાંથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે મતદાન કર્યા પછી કહ્યું, 'મેં હમણાં જ મારો મત આપ્યો છે. હું લોકોને અપીલ કરવા માંગુ છું કે લોકશાહીના ઉત્સવમાં ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. હિમાચલ પ્રદેશમાં પીએમ મોદીની લહેર છે, મને આશા છે કે મંડીના લોકો મને આશીર્વાદ આપશે અને અમને રાજ્યની તમામ 4 બેઠકો મળશે... હિમાચલ પ્રદેશની 4 બેઠકો 400ને પાર કરવામાં મદદ કરશે.
- 09:44 AM • 01 Jun 2024લોકસભા ચૂંટણી માટે સાતમા તબક્કાનું મતદાન ચાલુ
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં શનિવારે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી સીટ પણ સામેલ છે. આજે જે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાં પંજાબ અને યુપીની 13-13 બેઠકો, પશ્ચિમ બંગાળની 9 બેઠકો, બિહારની 8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો, હિમાચલ પ્રદેશની 4 બેઠકો, ઝારખંડની 3 બેઠકો અને ચંદીગઢની એક બેઠકનો સમાવેશ થાય છે .
ADVERTISEMENT
ADVERTISEMENT