लाइव
9 December Live News Updates: સુખદેવસિંહ ગોગામેડીની પત્નીની ચેતવણી, એકલવ્ય સ્કૂલ ખાતે વાલીઓનો હોબાળો
9 December Live News Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટના, હવામાન, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 09:57 AM • 09 Dec 2023ગુજરાત યુનિવર્સિટીના 3 પ્રોફેસર સસ્પેન્ડગુજરાત યુનિવર્સિટીના 3 પ્રોફેસર સસ્પેન્ડ: એક મહિલા પ્રોફેસરને માનસિક ત્રાસ આપનાર પ્રોફેસર તો બીજા બે ખોટી નિમણૂંક મામલે સસ્પેન્ડ કરાયા, સિન્ડિકેટ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવાયો નિર્ણય, સસ્પેન્ડ સિવાયના તમામ પ્રોફેસરની CASનો લાભ અપાશે
- 09:43 AM • 09 Dec 2023ઉત્તરી ઈરાક યુનિવર્સિટીની હોસ્ટેલમાં આગ, 14 વિદ્યાર્થીઓના મોતઈરાકના ઉત્તરીય શહેર એર્બિલ નજીક આવેલી ઉત્તરી ઈરાક યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ આગ એટલી પ્રચંડ હતી કે આગના કારણે 14 લોકોના મોત થયા છે, જ્યારે 18 લોકો દાઝી જતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
- 09:43 AM • 09 Dec 2023ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ યથાવતમધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો આવ્યાને છ દિવસ વીતી ગયા છે, પરંતુ મુખ્યમંત્રી પદ માટેના ચહેરા પર હજુ સુધી મહોર લાગી નથી. જોકે, ત્રણેય રાજ્યો માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ અહીંના ધારાસભ્યોના અભિપ્રાય લીધા બાદ મુખ્યમંત્રીના ચહેરાને ફાઈનલ કરશે. આ વચ્ચે ઘણા નામો જે પહેલા આગળ હતા, હવે તેઓ પાછળ ચાલ્યા ગયા છે. મુખ્યમંત્રીની રેસમાં નવા નામો આગળ હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે. હવે માત્ર રવિવાર અને સોમવારની રાહ જોવાઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે.
- 04:13 AM • 09 Dec 2023NIAની દેશમાં સૌથી મોટી કાર્યવાહીNIA Raid In Karnataka Maharashtra: આતંકવાદી સંગઠન ISISના ષડયંત્ર વિરુદ્ધ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દેશભરમાં 41 સ્થળો પર એક સાથે મોટા દરોડા પાડ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઠેકાણાઓ પર દરોડા પડ્યા છે, જેમાં થાણે ગ્રામીણ, થાણે શહેર, પુણે-મીરા ભાયંદરનો સમાવેશ થાય છે. આ સિવાય કર્ણાટકમાં એક જગ્યાએ તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT