लाइव

Gujarat News 7 March LIVE: ધર્મશાળા ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો ટોસ જીતીને બેટિંગનો નિર્ણય, આજથી ગુજરાતમાં રાહુલની ન્યાય યાત્રા

ADVERTISEMENT

Live News
Live News
social share
google news

Gujarat News 7 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 02:48 PM • 07 Mar 2024
    IND vs ENG Test: ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગ્સમાં 218 રન બનાવી ઓલઆઉટ

    IND vs ENG Test: ધર્મશાળા ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 218 રન બનાવી ઓલઆઉટ થઈ. ભારત તરફથી કુલદીપ યાદવે 5 અને રવિચંદ્રન અશ્વિને 4 વિકેટ લીધી હતી. તો રવિન્દ્ર જાડેજાએ પણ 1 વિકેટ લીધી હતી. 

  • 09:49 AM • 07 Mar 2024
    NIAની ટીમ મહેસાણાના યુવકને ઉઠાવી ગઈ
    • મહેસાણા: દિલ્હી એનઆઇએની ટીમ બહુચરાજીના યુવકને ઉઠાવી ગઈ
    • કલકત્તા અને દિલ્હીના કેસમાં પાલકી પથ પર આવેલી નીલકંઠ મોબાઈલ એન્ડ મની ટ્રાન્સફરમાં એનઆઇના દરોડા
    • એનઆઇએની ટીમે મોબાઈલ અને લેપટોપ સીઝ કર્યા.
    • બહુચરાજીમાં નીલકંઠ મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફર નામે દુકાન ધરાવતા હાર્દિક પટેલની પૂછપરછ બાદ તેને દિલ્હી લઈ જવાયો.
  • 09:48 AM • 07 Mar 2024
    જૂનાગઢમાં ભવનાથના મેળામાં આગ લાગી

    જૂનાગઢ: ભવનાથના મેળામાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ગિરનારના પ્રથમ પગથિયે રાત્રે 1: 30 વાગે આગ લાગી હતી. મહાશિવરાત્રી મેળામાં લાખો લોકો મેળો માણી રહ્યા હતા, એવામાં અચાનક આગ લાગતા તંત્રનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ધારાસભ્ય સંજય કોરડીયા ખુદ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે અમરેલી, જુનાગઢ, રાજકોટની ફાયરબ્રિગેડ ટીમ એ તરત જ આગ બુઝાવવાની કોશિશ કરી અડધા કલાકમાં આગ કાબૂમાં આવી ગઈ હતી.

  • 09:46 AM • 07 Mar 2024
    રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેસશે

    Rahul Gandhi Gujarat Yatra: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ન્યાય યાત્રા પર આવી રહ્યા છે. આજે 7 માર્ચથી રાહુલ ગાંધી 4 દિવસ ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા યોજશે. 4 દિવસમાં ગુજરાતના 7 જિલ્લાઓમાંથી તેઓ 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે અને બાદમાં આ યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. 

  • ADVERTISEMENT

  • 09:45 AM • 07 Mar 2024
    IND vs ENG Test: ઈંગ્લેન્ડનો ટોસ જીતીને બેટિંગનો નિર્ણય

    England vs India, Dharamshala 5th test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ આજથી (7 માર્ચ) ધર્મશાલામાં રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેક ક્રાઉલી અને બેન ડકેટ હાલમાં ઈંગ્લેન્ડ તરફથી ક્રિઝ પર છે.

    દેવદત્ત પડિક્કલે આ મેચમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું છે.ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર જોવા મળ્યા છે. પડિકલે પદાર્પણ કર્યું છે ત્યારથી રજત પાટીદાર બહાર છે. સાથે જ જસપ્રીત બુમરાહની વાપસીને કારણે આકાશ દીપ પણ ટીમની બહાર છે.

follow whatsapp

ADVERTISEMENT