लाइव

Gujarat News 6 March LIVE: ગુનામાં રનવે પર પ્લેન ક્રેશ, મહિલા પાયલોટ ગંભીર રીતે ઘાયલ, VIDEO

Yogesh Gajjar

ADVERTISEMENT

6 March Live News
6 March Live News
social share
google news

Gujarat News 6 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 06:53 PM • 06 Mar 2024
    જૂનાગઢ - વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને મહામંત્રીએ આપ્યું રાજીનામું

    જૂનાગઢ - વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને મહામંત્રીએ આપ્યું રાજીનામું

    તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનસુખ પાડલીયાએ આપ્યું રાજીનામુ

    વંથલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી રમેશ વાણવીએ આપ્યું રાજીનામું

    જિલ્લા કોંગ્રેસ પ્રમુખને આપ્યું રાજીનામું

    કોંગ્રેસના તમામ હોદાઓ પરથી આપ્યું રાજીનામુ

    ધારાસભ્ય અરવિંદ લાડાણીના રાજીનામા બાદ સ્થાનિક પદાધિકારીઓના રાજીનામા

    ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાઇ તેવી શક્યતાઓ

  • 06:51 PM • 06 Mar 2024
    ગુનામાં રનવે પર પ્લેન ક્રેશ, મહિલા પાયલોટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

    મધ્યપ્રદેશના ગુનામાં એક પ્લેન ક્રેશ થયું છે. આ એક ટ્રેઈની પ્લેન હતું, જે નીમચથી સાગર જઈ રહ્યું હતું.  અકસ્માતમાં ટ્રેઇની મહિલા પાઇલટ નેન્સી મિશ્રાને ઇજા થઇ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન સાગર જવા માટે ટેકઓફ થયું હતું, પરંતુ ગુના પાસે પ્લેનનું એન્જિન ખરાબ થઈ ગયું અને તે લેન્ડિંગ વખતે ક્રેશ થઈ ગયું.
     

     

  • 06:07 PM • 06 Mar 2024
    અમરેલી ભાજપમાં ભરતી મેળો, AAP-કોંગ્રેસમાં ભંગાણ

    અમરેલીના કર્તવ્ય કાર્યાલય ખાતે ભાજપનો ભરતી મેળો.

    વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાના કાર્યાલય ખાતે આપ-કોંગ્રેસમાં ભંગાણ પડ્યું.

    ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભરતી મેળો યોજાયો.

    આમ આદમી પાર્ટીના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા.

    આમ આદમી પાર્ટીના 150 કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો અને સંરપચો જોડાયા ભાજપમાં. 

  • 05:17 PM • 06 Mar 2024
    કોંગ્રેસના MLA અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું

    કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે. અરવિંદ લાડાણી માણાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું અને હવે તેઓ ભાજપમાં જોડાશે. 

  • ADVERTISEMENT

  • 10:01 AM • 06 Mar 2024
    લીંબડી-અમદાવાદ હાઈવે પર કુરિયર પીકઅપમાંથી લૂંટ

    સુરેન્દ્રનગર: લીંબડી-અમદાવાદ હાઇવે પર કુરિયર પીકઅપ ગાડીમાંથી મોડી રાત્રે લૂંટનો બનાવ બનતા ચકચાર મચી ગઈ. કાનપરા ગામના પાટિયા પાસે અજાણ્યા શખ્શો ઈમિટેશન, લેડીઝ આઈટમ, કટલરી આઈટમ સહિત ચાંદીના દાગીનાના પાર્સલ ભરી જઈ રહેલ ગાડીમાં લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. જીલ્લા પોલીસ વડા ડો.ગીરીશકુમાર પંડ્યા, લીંબડી dysp ચેતન મૂંધવા, પીએસઆઈ સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી નાકાબંધી કરી વધુ તપાસ હાથ ધરી. 

  • 09:49 AM • 06 Mar 2024
    ગીર સોમનાથ રામ મંદિર પાસે જંગલમાં આગ

    ગીર સોમનાથ: સોમનાથ રામ મંદિર સામેના જંગલ વિસ્તારમાં અજ્ઞાત કારણોસર આગ લાગી હતી. 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ 1 કિલોમીટર દૂર સુધી દેખાઈ. સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને નજીકમાં વસતા લોકોએ સમય સૂચકતા વાપરી અગ્નિશામક સાધનો અને પાણીનો મારો કરી આગને જંગલમાં ફેલાતા રોકી. ફાયર બ્રિગેડ પણ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળ પર પહોંચ્યું અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગની નજીક સૂકા વૃક્ષો ગાયોનું શેડ, મકાન હોય ટ્રસ્ટના કર્મચારીઓની સમય સૂચકતાને કારણે ગંભીર આગજની ટળી.

  • ADVERTISEMENT

  • 09:49 AM • 06 Mar 2024
    PM બોટાદમાં નારી શક્તિ વંદના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાશે

    બોટાદમાં આવેલ માર્કેટીંગ યાર્ડ ખાતે આજે સવારે 10 કલાકે નારી શકિત વંદના કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે જોડાશે અને રાજ્યના મહિલા બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાના રહેશે ઉપસ્થિત. આ કાર્યક્રમમાં લાભાર્થી મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવશે.
     

follow whatsapp

ADVERTISEMENT