लाइव

Gujarat News 4 May LIVE Updates: રાજકોટમાં 5 સ્ટાર હોટલના ફૂડમાં જીવાત નીકળી, ગીર સોમનાથમાં સિંહણનો મૃતદેહ મળ્યો

ADVERTISEMENT

4 May Live News
4 May Live News
social share
google news

Gujarat News 4 May LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 10:07 AM • 04 May 2024
    ગીર સોમનાથમાં સિંહણનો મૃતદેહ મળ્યો

    ગીર સોમનાથમાં ગીરગઢડા તાલુકાના વડવીયાડા ગામ નજીકથી બેથી ત્રણ વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવ્યો  છે. ધણખુટના શિકાર કરવા આવેલ સિંહણના શરીર પર ઈજાઓના નિશાન મળતા અથડામણમાં સિહણનું મોત થયાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે. વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સિંહણના મુર્તદેહને પી.એમ અર્થે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.

  • 10:04 AM • 04 May 2024
    રાજકોટમાં 5 સ્ટાર હોટલના ફૂડમાં જીવાત નીકળી

    રાજકોટની 5 સ્ટાર હોટેલનું ફૂડ પણ હવે સુરક્ષિત નથી. રાજકોટની હાઈ પ્રોફાઈલ સયાજી  હોટેલના ફૂડમાં જીવાત નીકળી. હોટલમાં પીરસવામાં આવેલા ફ્રાયમ્સમાં મરેલી જીવાત મળી આવતા જાગૃત ગ્રાહક દ્વારા વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો.

follow whatsapp

ADVERTISEMENT