Gujarat News 18 February LIVE: 'ક્યારેય ચૂંટણી નહીં લડું, સેવા કાર્યમાં આજીવન જોડાયેલો રહીશ', નરેશ પટેલની સ્પષ્ટતા
Gujarat News 18 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 18 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 07:02 PM • 18 Feb 2024પંચમહાલમાં તળાવમાં ડૂબી જતાં પિતા-પુત્રીના મોત
પંચમહાલ જિલ્લાના ગોધરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં તળાવમાં પૂજાનો સામાન પધરાવતી વખતે તળાવમાં ડૂબી જતાં પિતા-પુત્રીના મોત નિપજ્યાં છે. હાલ પિતા-પુત્રીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો પિતા-પુત્રીનું મોત નિપજતા ગામ શોકમગ્ન બન્યું છે.
- 07:01 PM • 18 Feb 2024આહીર-ચારણ વિવાદ પર શક્તિસિંહનું મોટું નિવેદન
ગીગા ભમ્મરે કરેલી ટિપ્પણી અને ઈન્ડિયા ગઠબંધનને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોઈપણ વ્યક્તિએ બોલતા પહેલા કોઈની પણ લાગણી ન દુભાય તે બિલકુલ જોવું જોઈએ.
- 11:11 AM • 18 Feb 2024નરેશ પટેલ ક્યારેય ચૂંટણી નહીં લડે
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અરવલ્લીના માલપુરના પરસોડા ગામમાં ખોડલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, નરેશ પટેલ ક્યારેય ચૂંટણી નહીં લડે, સેવાકાર્યમાં આજીવન જોડાયેલ રહેશે. તેમણે ઉમેર્યું કે, જે સારા ઉમેદવારોને મારી જરૂર હશે તેને ચોક્કસ મદદ કરીશું. દેશમાં સનાતન ધર્મ એ હાલ ટુરિઝમ તરીકે વિકસ્યું છે એ આનંદની વાત છે.
- 09:54 AM • 18 Feb 2024ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ચોથા રાઉન્ડની વાતચીત થશે
ખેડૂતોએ તેમની માંગણીઓ માટે 'દિલ્હી ચલો માર્ચ'ની જાહેરાત કરી હતી, પરંતુ પંજાબથી આવતા ખેડૂતોને હરિયાણાની શંભુ બોર્ડર પર રોકી દેવામાં આવ્યા હતા. છ દિવસથી ખેડૂતો શંભુ બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે. દરમિયાન આજે ચંદીગઢમાં ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે ચોથો રાઉન્ડ મંત્રણા યોજાવાની છે. મંત્રણાના અગાઉના ત્રણ રાઉન્ડમાં કોઈ સર્વસંમતિ સધાઈ નથી.
- 09:46 AM • 18 Feb 2024સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા હાઇવે પર ગંભીર અકસ્માત
સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા હાઇવે પર ગંભીર અકસ્માતની ઘટના બની છે. હરીપર ગામના પાટીયા પાસે ઇકો કારે પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે મહિલા અને બે પુરૂષના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખસેડાયા છે.
- 09:45 AM • 18 Feb 2024બિહારના દરભંગામાં ઈન્ટરનેટ બંધ
બિહારના દરભંગામાં બે દિવસ માટે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. મૂર્તિ વિસર્જન દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT