ગિરનારની લીલી પરિક્રમા કરવા ગયેલા અસામાજિક તત્વો વાંદરા સાથે ‘વાંદરા’ બન્યા: Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ ગિરનારમાં યોજાતી પવિત્ર લીલી પરિક્રમાનું એક આગવું ધાર્મિક મહત્વ છે. અહીં ભક્તિભાવથી હજારો નહીં પણ લાખોની સંખ્યામાં લોકો પરિક્રમા કરતા હોય છે. અહીં સુધી કે લોકો આ સમય દરમિયાન પડતી કડકડતી ઠંડીની પણ પરવાહ કરતા નથી કે નથી કરતા જંગલ વિસ્તારમાં ફરતા જંગલી પ્રાણીઓની. જોકે માણસ કરતાં જાણે જંગલી પ્રાણીઓ આ પરિક્રમામાં વધુ પરેશાન થતા હોય તેવો ઘાટ એક વીડિયોમાં ઘડાતો જોવા મળે છે. લીલી પરિક્રમા દરમિયાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. જેમાં કેટલાક શખ્સો વાનરોને પરેશાન કરતા જોવા મળી રહ્યા છે.

આપણે ત્યાં ઘણી વખત લોકો સિંહોને પરેશાન કરતા હોય, અન્ય પ્રાણીઓને પરેશાન કરતા ઘણા શખ્સોના વીડિયો સામે આવી ચુક્યા છે. ગુજરાતમાં આવું ઘણા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતું હોય છે અને તેની ઘણી નીંદા પણ થતી હોય છે. જોકે અહીં સ્થિતિ સાવ અલગ છે જ્યાં ભક્તો ઈશ્વરને પામવા, તેમનો સાક્ષાત્કાર કરવા, તેમની કૃપા મેળવવા લીલી પરિક્રમા કરતા હોય છે ત્યાં આ પ્રકારનું કૃત્ય જોઈ લાગે કે જો ઈશ્વરે બનાવેલી સૃષ્ટીને જ તમે પ્રેમભાવ કે આદરથી જોઈ શક્તા નથી તો ઈશ્વર સામે કયા મોંઢે કૃપા માગવી. વીડિયોમાં જોઈ શકાય છે કે અસામાજિક તત્વો વાનરોને ભોજન આપવાનો ડોળ કરીને વાનરની પુછડી પકડી તેને પરેશાન કર્યો હતો. જ્યારે અન્ય વાનરો તેને છોડાવવા પ્રયત્ન કરે છે ત્યારે તેમને પણ મારની બીક બતાવી ભગાડે છે. જોકે આખરે વાનરનો છૂટકારો થાય છે. આ તરફ આ વીડિયો વાયરલ થયા પછી લોકો આવા શખ્સોની આકરી ટીકા કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT