ગુજરાતમાં મતદાન પહેલા આ સમાજ વિફર્યોઃ ભાજપને એક પણ મત ન આપવાનો નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર.જામનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે થોડા જ દિવસો રહ્યા છે. જ્યાં રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવામાં ધમ પછાડા કરી રહી છે ત્યાં ભાજપ માટે વધુ કોઈ સમાજને નારાજ કરવો પરવડે તેવું નથી ત્યારે હાલમાં જ ગુજરાતના સતવારા સમાજના લોકો ભાજપ સામે વિફર્યા છે. તેમણે ભાજપને બિલકુલ મત ન આપવાનો નિર્ણ કરતાં હડકંપ મચ્યો છે.

જામનગરમાં ભાજપને વધુ એક ચિંતા
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી ની જાહેરાત થઈ ચુકી છે, આગામી 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે જેના પરિણામ 8 ડિસેમ્બરે આવવાના છે. જામનગરમાં હાલમાં જ કેટલાક વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર્સ લાગ્યા હતા. હવે જામનગર જિલ્લામાંથી ભાજપની ચિંતામાં વધુ એક વધારો થયો છે. 77 જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં સતવારા સમાજને પ્રતિનિધિત્વ ન અપાતા સતવારા સમાજ વિફર્યો છે સમાજના લોકોએ ભાજપને મતદાન નહીં કરવાનો નિર્ણય લેતા હડકંપ મચી જવા પામ્યો છે.

ભાજપમાંથી સતવારા સમાજના રાજીનામા પડ્યા
ઉલ્લેખનીય છે કે, જામનગર 77 ગ્રામ્ય વિસ્તારમાં સતવારા સમાજના 35 હજાર જેટલા મતદારો છે અને ભાજપે અહીંથી રાઘવજી પટેલને રિપીટ કર્યા છે. આ જાહેરાત દરમિયાન જિલ્લા ભાજપ ઉપ પ્રમુખે રાજીનામુ ધરી દેતા સતવારા સમાજના અન્ય હોદ્દેદારોએ પણ ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. મોટી સંખ્યામાં સતવારા સમાજ એકત્રિત થઈ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મતદાન નહીં કરવાનો અને સામુહિક બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે સતવારા સમાજના મતો ક્યાં પક્ષને મળે છે? અથવા તો સતવારા સમાજના મતો લેવા અન્ય રાજકીય પાર્ટીઓ પણ તેમનો સંપર્ક કરવામાં લાગી ચુકી છે? જેને લઈને શિયાળાની શરૂઆતમાં જ જામનગરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)

    follow whatsapp

    ADVERTISEMENT