GUJARAT માં વરસાદ બાદ કડકડતી ઠંડી જોવા મળી રહી છે, બંગાળની ખાડીમાં લોપ્રેશર સર્જાયું
અમદાવાદ : બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત મંડૌસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. જે ચેન્નાઇથી આશરે 480 કિલોમીટર પૂર્વ-દક્ષિણ અને કરિયાકલથી 390…
ADVERTISEMENT
અમદાવાદ : બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત મંડૌસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. જે ચેન્નાઇથી આશરે 480 કિલોમીટર પૂર્વ-દક્ષિણ અને કરિયાકલથી 390 કિલીમીટર દુર છે. જેના પગલે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેના કારણે ચેન્નાઇ, ચેંગસપટ્ટૂ, કાંચીપુરમ, વિલુપ્પુરમ, કુડ્ડાલોર, રાનીપેટ, અને તિરૂવલ્લુરની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વાવાઝોડુ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે.
24 કલાક બાદ 4 ડિગ્રી તાપમાન વધી શકે છે
IMD ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં 24 કલાક બાદ 2થી 4 ડિગ્રી તાપમાન વધી શકે છે. આગામી 5 દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની શક્યતા નથી. આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં વાતાવરણ સુકુ રહેશે. 12 અને 13 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય માવઠાની શક્યતા છે. ડાંગ, વલસાડ, નવસારી અને તાપીમાં સામાન્ય વરસાદની શક્યતા છે. 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.
સવારે ઠંડા અને સુકા તાપમાનથી ઘટાડો થઇ રહ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. વહેલી સવારે ઠંડા અને સુકા પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં ઊત્રપુર્વના પવને ફૂંફાડા મારી રહ્યા છે. ધીરે ધીરે ઠંડીનું જોર વધશે અને ડિસેમ્બરના અંતે કડકડતી ઠંડીનો અહેસાસ થશે. જેના કારણે ગુજરાતીઓ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરવી જરૂરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT