Gandhinagar News: ગૃહ વિભાગનો મોટો નિર્ણય, પોલીસ વિભાગમાં બદલીના નિયમો બદલાયા, જાણો સમગ્ર વિગત
ગૃહ વિભાગ દ્વારા પોલીસના બદલીઓને લઈ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 5 વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવામાં આવશે.
ADVERTISEMENT
Police Transfer Gujarat: ગૃહ વિભાગ દ્વારા પોલીસના બદલીઓને લઈ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 5 વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવામાં આવશે. જે રેન્જમાં ફરજ બજાવતા હશે એ રેન્જની બહાર બદલી કરવામાં આવશે. ગૃહ વિભાગમાંથી જારી થયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે PSI અને PIની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. જોકે, આ નિયમ અમુક પ્રકાર કિસ્સાઓ જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બિમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો હોય તેવામાં મેરીટ અન્વયે વિચારણા કરવામાં આવશે.
શા માટે કરવામાં આવ્યો આ નિર્ણય
PSI અને PI ની બદલી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે રાજ્યના અલગ-અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળી રહે તે હેતુથી નિર્ણય કરવામાં આવ્યો છે. હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરનારા પીએસઆઈ/પીઆઈને તે ઝોનના જિલ્લાઓના કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં. પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે.
ગૃહવિભાગનો પત્ર: View PDF
233 PSI ને પ્રમોશન
ગઇકાલે ગૃહ વિભાગ દ્વારા 233 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી હતી. આ બઢતીમાં વિવિધ જિલ્લા અને શહેરોમાં ફરજ બજાવતા અધિકારીઓ સામેલ છે. જેમાં અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર જેવા મોટા શહેરો ઉપરાંત અમરેલી, ડાંગ, પંચમહાલ જેવા જિલ્લાઓનો પણ સમાવેશ થયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT