IPS Sanjeev Bhatt : પૂર્વ IPS ઓફિસરને ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, આજીવન જેલની સજા યથાવત

ADVERTISEMENT

gujarattak
social share
google news

IPS Sanjeev Bhatt Case : પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટને ગુજરાત હાઈકોર્ટે આજે મોટો ઝટકો આપ્યો છે. કસ્ટોડીયલ ડેથના કેસમાં જામનગર સેશન્સ કોર્ટે આપેલી આજીવન કેદની સજા પણ હાઈકોર્ટે યથાવત રાખી છે. જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ડિવિઝન બેન્ચે તેમની અરજી ફગાવી અને જણાવ્યું કે, ટ્રાયલ કોર્ટે અપીલકર્તાઓને યોગ્ય રીતે દોષિત ઠેરવ્યા છે અને અમે આ નિર્ણયને સમર્થન આપીએ છીએ. 1990ના કેસમાં પ્રથમ સેશન્સ કોર્ટે ભટ્ટને સજા ફટકારી હતી.

જામનગર સેશન્સ કોર્ટે વર્ષ 2019માં આ સજા સંભળાવી હતી

1990ના જામનગર કસ્ટોડિયન ડેથ કેસમાં નીચલી કોર્ટે સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી હતી. જેની સામે પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો અને સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી હતી. જામનગર સેશન્સ કોર્ટે વર્ષ 2019માં આ સજા સંભળાવી હતી ત્યારબાદથી સંજીવ ભટ્ટ જેલમાં છે.

શું છે સમગ્ર મામલો ?

જામનગરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા બાદ પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે TADA અધિનિયમ હેઠળ લગભગ 133 લોકોની અટકાયત કરી હતી. 30 ઓક્ટોબર, 1990ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તત્કાલિન ભાજપ પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીની ધરપકડના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. દરમિયાન, અટકાયત કરાયેલ વ્યક્તિઓમાંથી એક, પ્રભુદાસ વૈશ્નાની, કસ્ટડીમાંથી મુક્ત થયા પછી મૃત્યુ પામ્યો. તેમના પરિવારનો આરોપ છે કે ભટ્ટ અને તેમના સહયોગીઓએ તેમને કસ્ટડીમાં ટોર્ચર કર્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT