ગુજરાતમાં તમામ ગેમિંગ ઝોનને તાત્કાલિક બંધ કરવા હાઈકોર્ટનો આદેશ, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો

ADVERTISEMENT

Gaming Zone
Gaming Zone
social share
google news

Rajkot TRP Mall Fire: રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં આગમાં 28 જેટલા લોકોના કરુણ મોત નિપજ્યા છે. આગમાં લોકોના ભડથું થઈ જવાની આ ગોઝારી ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં કરેલી સુઓમોટો પિટિશનમાં હાઈકોર્ટ દ્વારા ચુકાદો અપલોડ કરાયો છે. જેમાં જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન એમ.દેસાઈની ખંડપીઠે નિર્દોષ લોકોના મોતની ઘટનાને અતિ ગંભીર લઈને રાજ્યના તમામ ગેમ ઝોનને તાત્કાલિક અસરથી બીજો હુકમ ન થાય ત્યાં સુધીમાં બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ગેમઝોનમાં નિયમોનું પાલન અંગેની વિગત મગાઈ

વધુમાં હાઈકોર્ટે રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને તેમના ઝોનમાં ચાલકા ગેમઝોનમાં નીતિનિયમોનું પાલન થાય છે કે નહીં તે મુદ્દે વિગતવાર માહિતી રજૂ કરવાનો હુકમ કર્યો છે. રાજ્યના ગેમિંગ ઝોનમાં CGDRના નિયમોનું પાલન થાય છે કે કેમ અને ફાયર NOC મેળવાય છે કે નહીં, આવા કન્સ્ટ્રક્શનને લઈને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી મેળવાયા છે કે નહીં તે અંગે સંબંધિત જિલ્લા કલેક્ટર અને મામલતદાર પાસેથી ગુજરાત પોલીસ એક્ટ, એન્ટરટેઈમેન્ટ ટેક્સ એક્ટ હેઠળ લાઈસન્સ મેળવાયા છે કે નહીં તે અંગે સત્તાવાર ખુલાસા સાથે જવાબ માગ્યો છે. 

ખાસ છે કે આ અંગે રાજ્ય સરકાર તરફથી પણ હૈયાધારણા હાઈકોર્ટને આપવામાં આવી હતી. ખૂબ જ મહત્વપૂર્ણ એવા આ કેસમાં રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસરને પણ ફાયર સેફ્ટીના ઈશ્યુને લઈને પક્ષકાર તરીકે જોડવામાં આવતા હાઈકોર્ટે રાજ્ય સરકાર, તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા તેના ચીફ ફાયર ઓફિસરોને નોટિસ ફટકારી છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT