Gujarat High Court News: મહેસાણાની દુષ્કર્મની 16 વર્ષની પીડિતા કરાવી શકશે ગર્ભપાત, હાઈકોર્ટે આપી પરવાનગી
Gujarat High Court News: ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહેસાણાની દુષ્કર્મની સગીર પીડિતાને ગર્ભપાત કરાવવાની પરવાનગી આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે હાલમાં 16 વર્ષની દુર્ષકર્મનો ભોગ બનેલી…
ADVERTISEMENT
Gujarat High Court News: ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહેસાણાની દુષ્કર્મની સગીર પીડિતાને ગર્ભપાત કરાવવાની પરવાનગી આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે હાલમાં 16 વર્ષની દુર્ષકર્મનો ભોગ બનેલી પીડિતાને રેપને કારણે રહી ગયેલા 18 સપ્તાહના ગર્ભને ગર્ભપાત કરવાની મંજુરી આપી છે. આ સગીરા પર દુષ્કર્મ સામે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
Kheda Politics News: આ તો ઉંધુ થયું, ભાજપના બળવાખોરોને કારણે કોંગ્રેસને મળી સત્તા, સોજિત્રામાં થયું કાંઈક આવું
મેડિકલ કેસ પેપર પણ કોર્ટ સમક્ષ મુકાયા
દુષ્કર્મના કેસને લઈને મેડિકલ પેપર્સ પણ કોર્ટ સામે રજૂ કરવામાં આવ્યા હતા. જેને પગલે ગર્ભપાત મામલે કોર્ટે પરવાનગી આપી છે. કોર્ટે વડનગરની નજરલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટને પીડિતાની શારીરિક તપાસ કરવામાં આવી હીત. રિપોર્ટમાં સગીરાને નોર્મલ ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. અરજદાર દ્વારા મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટ અંતર્ગત ગર્ભપાત માટે નિર્દેશ કોર્ટ સમક્ષ માગવામાં આવ્યો હતો જેમાં તેમને પરવાનગી મળી છે. કોર્ટે અઠવાડિયામાં ગર્ભપાતની પ્રક્રિયા પુરી થાય તે માટે કડી પોલીસ સ્ટેશનના પીઆઈને મેનેજમેન્ટ કરવા આદેશ કર્યો છે. સાથે જ ગર્ભનું ડીએનએ પણ પુરાવા રુપે રાખવાનો નિર્દેશ કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT