ગુજરાત HCએ વાત-વાતમાં કહ્યુંઃ 17 વર્ષે છોકરી માતા બનતી હતી, વાંચો મનુસ્મૃતિ
ગોપી ઘાંઘર.અમદાવાદઃ “જૂના જમાનામાં છોકરીના લગ્ન 14-15 વર્ષની ઉંમરે થઈ જતા અને 17 વર્ષની ઉંમરે તે માતા બની જતી હતી.” 17 વર્ષની સગીર બાળકી પર…
ADVERTISEMENT
ગોપી ઘાંઘર.અમદાવાદઃ “જૂના જમાનામાં છોકરીના લગ્ન 14-15 વર્ષની ઉંમરે થઈ જતા અને 17 વર્ષની ઉંમરે તે માતા બની જતી હતી.” 17 વર્ષની સગીર બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ 7 મહિનાની સગર્ભાના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી ત્યારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દેસાઈ દ્વારા મૌખિક અવલોકનમાં જણાવાયું હતું કે, જૂના જમાનામાં 14-15 વર્ષ 17 વર્ષની ઉંમરે લગ્ન અને 17 વર્ષની ઉંમરે સંતાન પ્રાપ્તિ સામાન્ય બાબત હતી. તમે વાંચશો નહીં પણ એક વાર મનુસ્મૃતિ વાંચો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા વાત વાતમાં આ અંગે કહેવામાં આવ્યું હતું.
વહેલી તકે અબોર્શનના મામલે સુનાવણી કરવા અપીલ
બાબત એવી બની હતી કે, 17 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર થયાનો મામલો હતો, જેના પછી તેના પિતાને સમાચાર મળ્યા કે છોકરી ગર્ભવતી છે. જોકે, બાળકી પ્રેગ્નન્ટ હોવાની માહિતી મળી ત્યાં સુધીમાં 7 મહિના થઈ ગયા છે. હવે આ મામલામાં કોર્ટમાં હાજર થયેલા બાળકીના પિતા વતી વરિષ્ઠ વકીલ સિકંદર સૈયદે કોર્ટ સમક્ષ અપીલ કરી છે કે આ મામલાની વહેલી તકે સુનાવણી કરવામાં આવે કે જેથી છોકરીને હોસ્પિટલ તરફથી 18મી ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો કે, કોર્ટ દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો બાળકીની તબીબી સ્થિતિ અને તેની ગર્ભાવસ્થાની તબીબી સ્થિતિ યોગ્ય નથી, તો પરવાનગીને નકારી પણ શકાય છે.
ગોંડલ ચોકડીના બ્રિજ પર પોપડું નહીં માત્ર ભમરી જ પડી? ભાજપના નેતાએ કર્યો બચાવ
કોર્ટે આ કેસમાં યુવતીની મેડિકલ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે પેનલ મેડિકલ તપાસ પણ હોવી જોઈએ, રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોની પેનલ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરે ત્યાર બાદ જ કોર્ટ આ મામલે નિર્ણય લેશે. જો કે આ સમગ્ર મામલે કોર્ટે હોસ્પિટલને વહેલી તકે તમામ રિપોર્ટ બનાવી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. કોર્ટે આ મામલે આગામી સુનાવણી 15મી જૂન પર રાખી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT