Gujarat માં નકલખોરોને ‘ઘી’ કેળા, 13 હજાર કિલો નકલી ઘી ઝડપાયું

ADVERTISEMENT

Duplicate Ghee
Duplicate Ghee
social share
google news

ગાંધીનગર : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદવાદ અને જામનગર ખાતે પાડવામાં આવેલા અલગ-અલગ 3 દરોડામાં 93 લાખની કિંમતના 13,849 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. ચકાસણી માટે મોકલાવેલા 10 નમૂનાનું પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ આ અંગે માહિતી આપી હતી.

જામનગર અને અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર જિલ્લાની ટીમ તેમજ અમદાવાદ વિભાગ-2 ની ટીમ દ્વારા શંકાસ્પદ ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ભેળસેળ યુક્ત ઘીના નમૂના લેવામાં આવ્યા હતા, તેમજ આશરે રૂ. 93 લાખની કિંમતનો કુલ 13,849 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ માહિતી આફી હતી.

બાતમીના આઘારે ખાનગી મકાનમાં દરોડા પાડવામાં આવ્યા

કમિશનર કોશિયાએ આ અંગે જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર ટીમ દ્વારા બાતમીના આધારે જામનગરના એક ખાનગી મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઘરમાં ચિરાગ હરિયાણી વગર પરવાને ઘી બનાવી વેચવાનો ગેરકાયદેસર ધંધો કરતા હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન આ ઘરમાં શંકાસ્પદ ઘીનો પેક તથા લુઝમાં જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘીમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે ઘીના ત્રણ નમુનાઓ લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીનો આશરે રૂ. 2.65 લાખની કિંમતનો 530 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

અમદાવાદનાં દરોડાપામાં પણ ઘીનો જથ્થો મળી આવ્યો

અમદાવાદ ખાતે પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા બે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રથમ દરોડામાં બાકરોલના મે. સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ ખાતે તપાસ હાથ ધરતા પેઢીના માલિક અંકીત બારોટની હાજરીમાં જ શંકાસ્પદ “રીધમ પ્રીમીયમ ઘી” અને “વચનામૃત” એવી અલગ-અલગ બ્રાંડના ત્રણ નમૂનાઓ તથા તેમાં વાપરવામાં આવેલ ફલેવરનો પણ નમૂનો લેવામાં આવ્યો હતો.

ઔષધી નિયમન તંત્ર ફરી એકવાર સક્રિય થયું

બીજા કિસ્સામાં દસક્રોઈ તાલુકાના ધામતવણ ખાતે મે. હર્ષ ડેરી ફૂડ પ્રોડક્ટ્સ પ્રા. લી. ખાતે પેઢીના માલિક ભરત પટેલની હાજરીમાં શંકાસ્પદ “ગોપી શ્રી” બ્રાંડના ઘીના બે નમૂનાઓ તથા તેમાં વાપરવામાં આવેલ ફલેવરનો નમુનો લેવામાં આવ્યો હતો. જ્યારે બાકીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

વિવિધ રેડમાં 10 નમુના લેવામાં આવ્યા

આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ત્રણ રેડમાં કુલ 10 નમુનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ખાદ્ય પદાર્થોનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT