ગુજરાત ડ્રગ્સ માટેનું સ્વર્ગ બની ચુક્યું છે, દેશન યુવાનોને દાવ પર લગાવી રહી છે ભ્રષ્ટસરકાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાતના પ્રવાસે રવિવારે રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર કેજરીવાલે ડ્રગ્સ મામલે જણાવ્યું કે, ગુજરાત તંત્રની મિલીભગત અને મિત્રોને ફાયદો પહોંચાડવા યુવાધનને દાવ પર લગાવ્યા છે. ગુજરાતના એક ચોક્કસ પોર્ટ પર હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવે છે અને ગુજરાતમાંથી પંજાબ અને દેશની વિવિધ જગ્યાઓ પર જાય છે. ગુજરાત એ ડ્રગ્સનું હબ બની ચુક્યું છે. આટલું પકડાય છે તેનો અર્થ કે આવતું કેટલા મોટા પ્રમાણમાં હશે.

તંત્ર અને સરકારની મિલીભગત હોય તો જ આટલું ડ્રગ્સ આવી શકે
તંત્ર અને સરકારની મિલીભગતથી જ આ શક્ય બની શકે કે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા ત્યાર બાદ તેઓ રાત્રે પક્ષના તથા સંગઠનના નેતાઓ સાથે બેઠક કરશે. કાલે તેઓ રિક્ષા ચાલકો, વેપારીઓ અને વકીલો સાથે ટાઉનહોલ કાર્યક્રમ કરશે. આ ઉપરાંત તેઓ કાલે સરકારી કર્મચારીઓને પણ એક મહત્વની ગેરેન્ટી આપી શકે છે.

કરોડોનું ડ્રગ્સ પકડાય છે જેનો અર્થ છે કે અબજોનું ડ્રગ્સ આવે છે
કેજરીવાલે આક્ષેપ કર્યો કે, કરોડોનું ડ્રગ્સ પકડાય છે તેનો સીધો જ અર્થ છે કે, અબજોનું ડ્રગ્સ આવી રહ્યું છે. આ ડ્રગ્સ આરામથી અહીંથી પસાર થાય છે ત્યારે જ કોઇ વ્યક્તિ વારંવાર મોકલે છે. જો ના જઇ શકતું હોય તો કોઇ વ્યક્તિ વારંવાર એક જ પોર્ટ પર ડ્રગ્સ શા માટે મોકલાવે. ગુજરાત હાલ ડ્રગ્સનું હબ બની ચુક્યું છે. અહીંથી જ પંજાબથી માંડીને સમગ્ર દેશમાં ડ્રગ્સ જાય છે. કરોડોનું પકડાયું તો જે પસાર થઇ ગયું તે કેટલાનું હશે ?

ADVERTISEMENT

ડ્રગ્સને અટકાવવામાં સરકાર નિષ્ફળ અથવા તો મિલીભગત
ડ્રગ્સ મોટા પ્રમાણમાં આવે છે, જેને અટકાવવામાં તંત્ર નિષ્ફળ છે અથવા તો તેની મિલીભગત છે. જો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવે તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન આવશે. જેની ગેરેન્ટી આપવા માટે આવે છે. ગુજરાતમાં જેટલો પણ ભ્રષ્ટાચાર થયો અને પેપરો ફુટ્યા છે. તમામની અમે તપાસ કરાવીશું. કોઇ પણ ધારાસભ્ય, મંત્રી, મુખ્યમંત્રી તમામના ભ્રષ્ટાચારની તપાસ થશે. અમારી સરકારમાં કોઇ ભ્રષ્ટાચાર કરતા ઝડપાશે તો તેને તમામ પદો પરથી દુર કરવામાં આવશે. કોઇ ભ્રષ્ટાચારને સહેવામાં નહી આવે.

    follow whatsapp

    ADVERTISEMENT