વિસાવદરની 16 વર્ષની તરુણી પર બે શખ્સોએ દૂષ્કર્મ આચરતા VHP-બજરંગ દળ લાલઘૂમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી.જુનાગઢઃ વિસાવદરના એક ગામની 16 વર્ષની તરૂણી ઉપર બે શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યાની ઘટનાથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો. જોકે આ તરફ લોકોના આક્રોશ વચ્ચે પોલીસ દ્વારા તુરંત કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડયા હતા. વિશ્વ હિન્દુ પરિષદને આરોપીઓ મુસ્લિમ હોવાની જાણ થતા તુરંત આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે જ બજરંગ દળે વિસાવદર પોલીસને આ અંગે કાર્યવાહીની રજૂઆત કરીને કડક સજા થશે તેવી પોલીસ પાસેથી બાંયેધરી લીધી હતી.

તરુણીને રાત્રે ઘરેથી બહાર બોલાવી
વિસાવદર તાલુકાના એક ગામની 16 વર્ષીય તરૂણી ઉપર બે નરાધમો દ્વારા દુષ્કર્મ આચારવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર સગીરાને વિસાવદર હોસ્પિટલ સારવાર માટે લઈ આવી હતી. લોકોને જાણ થતા લોકો પણ આક્રોશ સાથે વિસાવદર સિવિલ હોસ્પિટલમા ટોળા એકઠા થયા હતા. આરોપીને સખતમાં સખત સજા થાય તેવી માંગ તેઓ કરી રહ્યા કરી રહ્યા હતા. વિસાવદર તાલુકાના એક ગામે રહેતા અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા પરિવાર ઉપર વ્રજધાત પડ્યો હોય તેમ ગત શનિવારે રાતે પોતાના ધરેગાઢ નીંદરમા સૂતો હતો ત્યારે એક વિસાવદરનો અને બીજો ભેસાણ તાલુકાનો એમ બે છોકરા દ્વારા 16 વર્ષની સગીરાને બ્લેક મેલ કરીને રાતના ઘરની બહાર બોલાવીને ધાક ધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યાનું સામે આવ્યું હતું.

કિશોરી બાદમાં જંગલમાંથી મળી
આ ઘટના પછી સગીર યુવતી ગભરાઈ ગઈ હતી અને ઘરેથી મરવા માટે નીકળી ગઈ હતી. સવારે સગીરાના વાલી પોતાની દીકરી ઘરે ન જોતા તપાસ કરી પણ ક્યાંય મળી આવી ન હતી. આખરે ઘણી તપાસ બાદ સગીર યુવતી જંગલમાંથી મળી આવી હતી. બેભાન જેવી અવસ્થામાં ભોગ બનનાર યુવતી ગભરાઈ ગયેલી હોવાનું પરિવારનું કહેવું છે. પોતાની ઉપર દુષ્કર્મ થયું હોવાનું જણાવતા યુવતીના પિતા દ્વારા વિસાવદર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવી હતી. પોલીસ કેસ હોય ભોગબનનારના વાલી દ્વારા સિવિલ સર્જન ડોડીયાને હકીકતથી વાફેક કરવામાં આવતા ડોકટર તરત જ વિસાવદર પોલીસને જાણ કરી હતી. વિસાવદર પોલીસના પીઆઈ આર બી ગઢવીએ તુરંત ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા એક્શનમાં આવી ગણતરીના કલાકોમાં બન્ને આરોપીને રાઉન્ડપ કરી લીધા હતા. રાતે જ સગીર યુવતીના વાલીની ફરિયાદ લઈને આગળની તપાસહાથ ધરી હતી.

ADVERTISEMENT

VHP અને બજરંગ દળ લાલઘૂમ
પોલીસમાંથી મળેલી માહિતી મુજબ બન્ને આરોપીની કોરોના ટેસ્ટ રિપોર્ટ કરીને કાયદેસરની ધરપકડ કરવામાં આવશે ત્યારે વિસાવદર પોલીસ દ્વારા પોક્સો એક્ટ તેમજ 376 દુષ્કર્મ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. સગીરા પર કોઈ અન્ય ધર્મના યુવકો દ્વારા દુષ્કર્મ આચર્યાની ખબર પડતાં વિસાવદરની વિવિધ સંસ્થા જેમકે વિશ્વ હિન્દૂ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા વિસાવદર પોલીસને આક્રોશ સાથે રજૂઆત કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજી જૂનાગઢના ડીવાય એસ પી હિતેશ ધાનઘલીયા દ્વારા આરોપીને કડકમાં કડક સજા થશે તેવી બાહેંધરી આપી હતી. પણ વિસાવદર શહેરમાં રોમિયોગીરી, ગેરકાયદેસર કતલ ખાના ચાલતા હોય તેં પણ બંધ કરાવવાની રજૂવાત સંગઠનો દ્વારા કરી હતી. તે તમામ રજૂવાત ધ્યાને લઈને પૂરતું ધ્યાન આપવામાં આવશે અને વિસાવદરમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હશે તો ચોક્સ પગલાં લેવામાં આવશે તેવી બાહેંધરી પોલીસે આપી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT