ગોધરાઃ કોરોનાની ત્રીજી લહેરે પત્નીને આપ્યું લીવર સોરાયસીસ, આર્થિક મદદ માટે લોકોને પતિની અપીલ, જાણો આપવીતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ દુનિયામાં લીવર ફેઈલ થવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. લીવર ફેઈલ થવાની સ્થિતિમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ એકમાત્ર છે. વડોદરા શહેરના સોમા તળાવ પાસે રહેતા પોલામી શાહના લીવર સોરાયસીસ પીડિત છે. ડોક્ટરના કહેવા અનુસાર ટ્રાન્સપ્લાન્ટ એ તેને બચાવવાનો એક માત્ર રસ્તો છે. જ્યારે આ ઓપરેશનનો ખર્ચ 25,00,000 નો છે જે તે પરવડી શકે તેમ નથી કેમ પોલામી શાહના પરિવારજનોની આર્થિક પરિસ્થિતિ બરાબર નથી માટે કાઉન્ટ ફંડિંગ પર આધાર રાખી રહ્યા છે ત્યારે પોલામી શાહના પતિ તુષાર શાહે દરેક લોકોને પાસે નમ્રતા પૂર્વક તેમના પત્નીનું ઓપરેશન માટે મદદરૂપ થાય તે માટે આર્થિક મદદની સોશિયલ મીડિયા થકી કરી છે.

કોરોના પછી લીવર હાર્ડ થઈ ગયું
પોલામી શાહના પતિ તુષાર શાહ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે મારી પત્ની પોલામી શાહને 2020 માં પગમાં સોજા થવા લાગ્યા હતા. માટે મેં વડોદરા હોસ્પિટલમાં ડોક્ટર પાસે લઈ જઈ તેની તપાસ કરાવી હતી. બાદમાં ડોકટર દ્વારા તેની એન્ડોસ્કોપી કરાવ્યા બાદ ખબર પડી કે તેમને લીવરની તકલીફ છે. ત્યાર પછી 2021 માં તેમણે પત્ની પોલામીને કોરોના થતા તેમનું લીવર હાર્ડ થઈ ગયું હતું . માટે વડોદરાના ડોક્ટર દ્વારા મુંબઈ કે દિલ્હી લઈ જવાની સલાહ આપી પરંતુ આર્થિક પરિસ્થિતિ બરાબર ન હોવાના કારણે તેઓ મુંબઈ કે દિલ્હીના લઈ જઈ શકતા અને આખરે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ગયા અને ત્યાં તેમની તપાસ કરાવી ત્યારે સિવિલ હોસ્પિટલના ડોકટર એ લીવર ટ્રાન્સપોર્ટ ની વાત કરી સામે કોઈ ડોનર લાવવું પડશે માટે તુષાર શાહે પોતાની પત્નીની સ્થિતિ વધારે ખરાબ ન થાય માટે અમદાવાદ સોલા રોડ ઉપર આવેલ સીમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે અત્યારે સીમ્સ હોસ્પિટલમાં પોલામી શાહના સીટી સ્કેન સહિત સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

ધારાસભ્યોથી લઈ જિલ્લા પંચાયત પ્રમુખ પાસે માગી મદદ
તેમણે કહ્યું, સારવાર શરૂ કરાઈ પણ લીવર ટ્રાન્સપોર્ટ માટે 25 લાખનો ખર્ચ હોવાના કારણે તુષાર શાહે ગુજરાત સરકારને મદદરૂપ થવા માટે ભલામણ પત્ર લખ્યો છે ત્યારે વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ અને ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી અને જિલ્લા પંચાયતના પ્રમુખ કું. કામીનીબેન સોલંકી દ્વારા ચાર લાખની સહાયની ભલામણ પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં વસતા દરેક દાતાઓએ આગળ આવી પોલામી શાહના લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે મદદરૂપ બની તેમની જિંદગી બચાવે તે માટે તુષાર શાહ અને પરિવારના લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે આ મામલે સેવાભાવી સામાજીક સંસ્થાઓ પણ મદદે આવે તે જરુરી છે.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે પોલામી શાહ એ ગોધરાના બામરોલી રોડ ખાતે આવેલ મારૂતિ નગર સોસાયટીમાં સ્વર્ગસ્થ વકીલ જીતેન્દ્રભાઈ શાહની દીકરી છે અને તેવોના મેરેજ વડોદરામાં તુષારભાઈ શાહ સાથે કરવામાં આવ્યા હતા. જ્યારે આજે પોલામી શાહ લીવર સોરાયસીસ પીડિત છે અને તેવોને ઓપરેશન માટે 25લાખની જરૂર છે પરંતુ આર્થિક પરસ્થિતિ બરાબર ન હોવાના કારણે આજે તેવો બીજા લોકો પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT