’55 કિલોથી વધુનું પાર્સલ નહીં ઉપાડવું’ સુરત ટ્રાન્સપોર્ટ અને મજુર યુનિયનનની સભામાં ઠરાવ
સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતતના કડોદરા રોડ પર આજે ટ્રાન્સપોર્ટ એસોશિએશન અને મજુર યુનિયનની સામાન્ય સભા મળી હતી જેમાં ચોંકાવનારો નિર્ણય કરવામાં આવ્યો છે. બંને સંગઠનોએ સાથે…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતતના કડોદરા રોડ પર આજે ટ્રાન્સપોર્ટ એસોશિએશન અને મજુર યુનિયનની સામાન્ય સભા મળી હતી જેમાં ચોંકાવનારો નિર્ણય કરવામાં આવ્યો છે. બંને સંગઠનોએ સાથે મળીને નક્કી કર્યું છે કે હવેથી 55 કિલો કરતા વધારે વજન ધરાવતું પાર્સલ ઉપાડવામાં જ આવશે નહીં. મજુરો અને ટ્રાન્સપોર્ટ્સને તેના કારણે નુકસાની ભોગવવાની આવે છે સાથે જ વધારે વજનને કારણે મજુરોને પણ ઘણી વખત ગંભીર ઈજાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વજન અને આકારમાં થતો સતત વધારો
4 જાન્યુઆરી બુધવારના રોજ સુરત કડોદરા રોડ સ્થિત આવેલા દ્વારકાધીશ ટ્રાન્સપોર્ટ નગર ખાતે સુરત ટેક્સટાઇલ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સુરત જિલ્લા ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનનાં હોદ્દેદારોની એક સંયુક્ત સામાન્ય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ટેકસટાઇલ માર્કેટથી આવતા મોટા અને વજનદાર પાર્સલ્સ બંધ કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોમાં પાર્સલના આકાર અને વજન બંનેમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. 3-4 વર્ષ પહેલા સુધી પાર્સલનું વજન 55 થી 60 કિલો રહેતું હતું. જે ધીમે ધીમે વધીને 90 થી 110 કિલો થઈ ગયું છે. આ મોટા અને ભારે પાર્સલને ઉપાડવા એ મજૂરો માટે ખૂબ જ મુશ્કેલ કામ છે, જેના કારણે ઘણા મજૂરો ગંભીર રીતે ઘાયલ પણ થઈ રહ્યા છે. પાર્સલના વજન અને આકારમાં વધારો થવાને કારણે મજૂરો અને ટ્રાન્સપોર્ટરો બંનેને આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને શ્રમિકોનું આર્થિક અને શારીરિક શોષણ રહી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને હવે બંને સંગઠનોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે આગામી 15મી જાન્યુઆરીથી મજૂરો કે ટ્રાન્સપોર્ટર્સ ૫૫ કિલોથી વધુ વજનના પાર્સલ સ્વીકારશે નહીં.
ADVERTISEMENT
વધુ વજનનો માલ ઉપાડવા મજબૂર કરવા જોઈએ નહીંઃ પ્રવક્તા
આ અંગે મજૂર નેતા અને યુનિયનના પ્રવક્તા શાન ખાને જણાવ્યું હતું કે માનવ અધિકાર અધિનિયમ અને ફેક્ટરી એક્ટ બંનેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કામદારો પાસે તેમની ક્ષમતા કરતાં વધુ વજનનો માલ ઉપાડવા મજબૂર કરવા જોઈએ નહીં, તેથી હવે એક નિયમ બનાવી ટેકસટાઇલ માર્કેટમાં પણ પાર્સલના વજનની મર્યાદા નક્કી કરવાની અત્યંત જરૂરિયાત છે. આ પ્રસંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેશલે, લેબર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રા, બનારસીદાસ અગ્રવાલ, યુનિયન જનરલ સેક્રેટરી દેવપ્રકાશ પાંડે, પ્રવક્તા શાન ખાન, નેહલ બુદ્ધદેવ, અનિલ ગુપ્તા, રાહુલ પાંડે, દીપચંદ પાંડે, પપ્પુ મિશ્રા, હનુમાન પ્રસાદ શુક્લા, બંગા પાંડે, દીપક તિવારી, રહીમ શેખ, લલ્લન પાંડે, મન્ટુ પાંડે સહિત મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટ એસોસીએશન અને મજૂર યુનિયનના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT