સુરતઃ લગ્નને 27 દિવસ જ થયા અને મહિલા ડોક્ટરનો તાપીમાં આપઘાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ સુરતમાં તાપી નદીમાંથી એક યુવતીની લાશ મળી આવ્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. પોલીસ તપાસમાં આ યુવતી સુરતના પાલનપુર વિસ્તારમાં રહેતી હોવાનું અને ફિઝિયોથેરાપિસ્ટ હોવાનું સામે આવ્યું હતું. પોલીસનું પ્રારંભિક તબક્કે માનવું છે કે યુવતીએ તાપીમાં છલાંગ લગાવીને આપઘાત કર્યો હોઈ શકે છે. જોકે પોલીસની તપાસ અહીં અટકતી નથી હજુ પોલીસ ઘણી ઉંડાણ પૂર્વકની તપાસ બાદ કોઈ નક્કર નિર્ણય પર પહોંચશે. ઉલ્લેખનીય છે કે આ યુવતીના લગ્નને હજુ તો એક મહિનો પણ પુરો થયો નથી ત્યાં તેની લાશ જોવાનો વારો પરિવારને આવ્યો છે.

હેમાંગી મળી નહીં તો રાંદેર પોલીસમાં ગુમની નોંધ કરાવી
સુરતના પાલનપુર પાટિયા પાસે આવેલી શ્રીરંગ સોસાયટીમાં રહેતી 25 વર્ષની હેમાંગી ડેરિકભાઈ પટેલ નામની યુવતી ફિઝિયોથેરાપિસ્ટ હતી. હજુ હમણાં જ 27 દિવસ પહેલા યુવતીના લગ્ન ડેરિક પટેલ સાથે થયા હતા. હજુ તો તેની હાથની મહેંદીનો રંગ સરખો ગયો પણ નથી અને આજે ગુરુવારે સવારે તેની લાશ તાપી નદીમાંથી મળી આવી છે. પરિવારે પોલીસને કહ્યું કે હેમાંગી નોકરી પર જવાનું મંગળવારે કહીને નીકળી હતી. જોકે તે પછી તે ઘરે પાછી આવી નહીં. જેના કારણે પરિવારે સતત તેની શોધ કરવાનું શરૂ કર્યું હતું. મોડી રાત સુધી મળી નહીં તો પરિવારે રાંદેર પોલીસમાં ગુમ થયાની ફરિયાદ કરી હતી. બુધવારે સવારે હેમાંગીની હનુમાન ટેકરી પાસેની તાપી નદીમાંથી લાશ મળી આવી છે. ઘટનાની જાણ સિંગણપોર પોલીસને થતા પોલીસે તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પ્રારંભીક તબક્કે હેમાંગીએ આપઘાત કર્યો હોવાનું પોલીસના સામે આવી રહ્યું છે.

હેમાંગીના આપઘાતનું રહસ્ય ઘુંટાયું
આ કેસમાં લગ્ન ગાળો અત્યંત ઓછો છે. તબીબોએ હેમાંગીનું પોસ્ટ મોર્ટમ નિષ્ણાત તબીબોની પેનલમાં કર્યું હતું. ઘટના અંગે પોલીસનું કહેવું છે કે, વહેલી સવારે યુવતીની લાશ મળી હતી. પોલીસ તપાસ દરમિયાન હેમાંગીબેને નદીમાં કુદીને આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ આપઘાત તેણે કેમ કર્યો છે તેની પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. હજુ કોઈ અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી નથી. તેના આપઘાત પાછળનું રહસ્ય ઘુંટાઈ રહ્યું છે. હેમાંગી જ્યારે મળતી ન હતી ત્યારે તેનો ફોન બંધ આવતો હતો. વહેલી સવારે એક રિંગ ગઈ હતી. લોકેશન હનુમાન ટેકરીનું બતાવ્યું હતું. પરિવારે તપાસ કરતાં નદીમાંથી યુવતીની લાશ મળી આવી હતી. જેના પગલે સિંગણપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે હમણાં જ પ્રભુતામાં પગલા પાડનાર હેમાંગીની લાશ જોઈ પરિવારના દરેકનું હૃદય હચમચી ગયું હતું. તમામ શોકમાં અને આઘાતમાં જોવા મળ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT