સુરતમાં વધુ એક સિટી બસમાં લાગી આગઃ Video
સુરતઃ સુરતમાં વધુ એક વખત સિટી બસમાં આગ લાગવાની ઘટના બની છે. બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલીક…
ADVERTISEMENT
સુરતઃ સુરતમાં વધુ એક વખત સિટી બસમાં આગ લાગવાની ઘટના બની છે. બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલીક સ્થળ પર દોડી ગયો હતો. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની તજવીજ શરૂ કરી દેવાઈ હતી. જોકે આ ઘટનામાં બસ લગભગ સાવ ખાખ થઈ ગઈ હતી. આગમાં કોઈ જાનહની ન થતા આખરે બધાએ રાહતનો દમ લીધો હતો.
પાર્ક કરેલી બસમાં લાગી આગ
સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી એક બસમાં આજે ગુરુવારે અચાનક આગ લાગી ગઈ હતી. બનાવને પગલે લોકમાં દોડધામ મચી ગઈ હતી. બસમાં આગ લાગતા અહીં કુતુહલ વસ લોકોના ટોળા પણ આવી ગયા હતા. જોકે જોત જોતામાં આગ બીલકુલ બેકાબુ બની ગઈ હતી. આખરે આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. બનાવની જાણ થતા ફાયર વિભાગ સ્થળ પર દોડી ગયો હતો અને આગને કાબુમાં કરવાના પ્રયત્નો કર્યા હતા. જોકે આ આગ કઈ રીતે લાગી હતી તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી પરંતુ આ આગમાં કોઈને જાનહાની ન થતા લોકોએ રાહતનો દમ લીધો હતો. આ ઘટનાને કેટલાક લોકોએ પોતાના ફોનમાં કંડારી લીધી હતી. ઘટનામાં આગ કેટલી ભયાનક લાગી છે તે તેના વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે.
#Surat માં પાલિકા સંચાલિત સિટી બસમાં આગ લાગવાનો વધુ એક બનાવ બન્યો, રેલવે સ્ટેશન વિસ્તારમાં બસમાં આગ લાગતા ભડભડ સળગી જુઓ – #video#Gujarat #GujaratTak pic.twitter.com/mp4gnDBIlZ
— Gujarat Tak (@GujaratTak) December 22, 2022
(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT
ADVERTISEMENT