સુરતના આ ગામો દત્તક લેવાયાઃ મંત્રીની અધ્યક્ષતામાં સાંસદ આદર્શ ગ્રામ યોજનાની સમીક્ષા બેઠક

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ મંત્રી અને સુરત જિલ્લાના સાંસદ દર્શના જરદોશના અધ્યક્ષસ્થાને સાંસદ આદર્શ ગ્રામ યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ઉપરાંત ઓલપાડ તાલુકાના બરબોદન, કદરામા, શેરડી, સિવાણ ગામોને દત્તક લેવામાં આવ્યા છે.

પોષી પૂનમે અંબાજી સ્વર્ગ નગરી બન્યું, 3 લાખથી વધુ માઇ ભકતોએ માતાજીના કર્યા દર્શન

આદર્શ ગામ તરીકે કયા દત્તક લેવાયા
કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ મંત્રી અને સુરત જિલ્લાના સાંસદ દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને ‘‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’’ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રી દ્વારા આદર્શ ગામ તરીકે દત્તક લેવામાં આવેલા ઓલપાડ તાલુકાના સરસ, તેના, દેલાડ, સ્યાદલાના ગામોમાં થયેલા વિકાસ કામો અંગે વિચાર વિમર્શ કરાયો હતો. જયારે તાજેતરમાં બરબોદન, કદરામા, શેરડી, સિવાણ એમ ચાર ગામોને દત્તક લેવામાં આવ્યા છે. આ ગામોમાં આદર્શ બનાવવા માટે પ્રથમ તમામ ગ્રામજનોના એકાઉન્ટ ખોલાવવા, વિલેજ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવા જે તે તલાટી સરપંચઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાત AAPના નેતાઓ દિલ્હી પહોંચ્યા, આગામી ચૂંટણીને લઈ ઘડી રણનીતિ

મંત્રીએ દત્તક લેવાયેલા ગામોમાં કામોની કરી હિમાયત
મંત્રીએ દત્તક લેવામાં આવેલા ગામોમાં હજીરાની કંપનીઓના સી.એચ.આર. ફંડમાંથી વિકાસના કામોમાં પ્રાથમિકતા મળે તે માટેની હિમાયત કરી હતી. આદર્શ ગ્રામની વિભાવનાને સાકારિત કરવા માટે સાંસદ દ્વારા ગામ દત્તક લઈને ગામડાઓની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આદર્શ ગામ તરીકે વિકસાવવામાં આવે છે. ગામના પાયાની તથા માળખાગત સુવિધાઓ ઊભી કરીને ગામના વિકાસને વધુ વેગવંતો બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવે છે. ગામમાં પીવાના પાણી, ગટરલાઈન, તળાવ બ્યુટીફિકેશન, ગામના તમામ લોકોને સરકારની યોજનાઓના લાભો મળી રહે, કંપાઉન્ડ હોલ, આંગણવાડી, પ્રાથમિક શાળા સહિતની સુવિધાઓ મળી રહે તેવા કાર્યો કરવામાં આવે છે.

ADVERTISEMENT

નિયમ મુદ્દે નિયમોનું જ ઉલ્લંઘન કરી ભાજપ-આપના નેતાઓ ભાન ભુલ્યા

આ બેઠકમાં જિલ્લા કલેકટર આયુષ ઓક, ડી.આર.ડી.એ.ના નિયામક એમ.બી.પ્રજાપતી, ઓલપાડના પ્રાંત અધિકારી સી.કે.ઉધાડ, તાલુકા વિકાસ અધિકારી, હજીરાની વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ, દત્તક ગામોના સરપંચો, તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT